અમદાવાદ, તા.૬
ડિસેમ્બર ૨૦૦૯ સુધીમાં ગુજરાતની ટોચની કંપનીઓના પ્રમોટરોના અંદાજે એ વખતના બજાર ભાવ પ્રમાણે રૃ. ૮૯ અબજથી વધુના શેરો ગિરો મૂકાયેલા માલૂમ પડયાં હતાં. ત્યાર બાદ અર્થતંત્રમાં સતત સુધારો થતો રહ્યો છે. જો કે તેમ છતાં હજુ પણ મોટા ભાગની કંપનીઓના શેર ગિરવે પડેલા છે. સેબીએ જાન્યુઆરીમાં કંપનીના પ્રમોટરોએ ગિરવે મૂકેલા શેરો સંબંધી ડિસ્ક્લોઝર ફરજિયાત બનાવતા પબ્લિકને આ હકીકત નિયમિત મળતી થઇ છે.
શેરો ગિરવે મૂકીને ભંડોળ એક્ત્ર કરનારી કંપનીઓમાં એસ્સાર, સુઝલોન, અદાણી ગ્રૂપ, દિશમાન ફાર્મા, ગણેશ હાઉસિંગ સહિત સંખ્યાબંધ પ્રમોટરોનો સમાવેશ થાય છે. સેબીએ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ દ્વારા પ્લેજ કરાયેલા શેર્સનું ડિસ્ક્લોઝર ફરજિયાત બનવતા કંપનીઓએ ડિસેમ્બર સુધીમાં ૭૮,૦૮,૯૭,૦૩૪ શેર્સ ગિરો મૂક્યા હોવાનું જણાયું હતું જે ડિસેમ્બરના અંતે જે તે કંનપીના બંધ ભાવની તુલનાએ પ્રમોટરોએ શેર ગિરો મૂકીને કુલ ૮૯,૧૮,૭૬,૦૬,૨૭૧.૨૫ રૃપિયા એકત્રિત કર્યા હોવાનો અંદાજ માલૂમ થાય છે. સપ્ટેમ્બર ૨૦૦૮ના ગાળામાં શરુ થયેલા મંદીના દોરમાંથી વૈશ્વિક અર્થતંત્રો ઉપરાંત ભારત પણ તેમાંથી બાકાત રહ્યું ન હતું. દેશનું અર્થતંત્ર પડી ભાંગતા ગંભીર નાણાકટોકટી જોવા મળી હતી. આંતરાષ્ટ્રીય બજારોમાં પણ ક્રેડિટ ક્રાઇસીસને પગલે મૂડી મેળવવા માટે કંપનીઓને લોઢાના ચણા ચાવવા પડયા હતા અને ભારે હૈયે છેવટે કેટલાક પ્રમોટર્સે જે તે ધિરાણદારો પાસે તેમના હિસ્સાના કંપનીના શેર્સ પ્લેજ કરી ભંડોળ એકત્રિત કર્યું હતું. અર્થશાસ્ત્રીઓના મતે મંદીના ગાળામાં સિસ્ટમમાં કોઇ સરળ નાણાસ્ત્રોત ન જણાતો હોઇ કંપનીના માલિકોએ મોટા હિસ્સામાં શેર્સ પ્લેજ રૃટથી મૂડીભંડોળ ઉભું કર્યું હતું.
કોણે કેટલા શેર ગિરો મૂક્યા
|
કંપની
|
ગિરો શેર
|
૩૧ ડિસે.બંધ
|
કુલ અંદાજિત
|
|
|
|
|
રકમ (કરોડમાં)
|
|
અદાણી એન્ટર.
|
૫૨૫૮૮૦૦૦
|
૪૩૬.૧૫
|
૨૨૯૩.૬૨
|
|
અજંતા ફાર્મા
|
૧૬૯૫૦૦૦
|
૧૧૮.૨૦
|
૨૦.૦૩
|
|
અક્ષ ઓપ્ટિફાઇબર
|
૧૫૦૦૦૦૦
|
૨૦.૨૦
|
૩.૦૩
|
|
અરવિંદ લિ.
|
૭૮૬૩૨૦
|
૩૯.૧૦
|
૩.૦૭
|
|
અતુલ
|
૩૦૬૭૨૦૦
|
૯૨.૨૦
|
૨૮.૨૮
|
|
ગણેશ હાઉ. કોર્પ.
|
૯૭૯૩૬૬૭
|
૧૨૩.૨૫
|
૧૨૦.૭૦
|
|
ગોકુલ રિફોઇલ્સ
|
૨૫૧૩૭૫૦૦
|
૫૯.૯૫
|
૧૫૦.૭૦
|
|
ગુજ.એનઆરઇ કોક
|
૧૫૧૬૫૬૧૮૧
|
૭૯.૯૦
|
૧૨૧૧.૭૩
|
|
ગુજ. સિધ્ધી સિમેન્ટ
|
૧૪૧૬૩૬૫૦
|
૧૭.૦૫
|
૨૪.૧૫
|
|
કિરી ડાય્ઝ
|
૬૭૦૬૭૯૫
|
૬૨૮.૦૫
|
૪૨૧.૨૨
|
|
સુઝલોન એનર્જી
|
૫૧૩૮૦૨૭૨૧
|
૯૦.૩૫
|
૪૬૪૨.૨૧
|
|
હ્લુલ
|
૭૮૦૮૯૭૦૩૪
|
|
૮૯૧૮.૭૬
|