આ એક નવા પ્રકારની થેરપી છે જેનો ઉપયોગ સંશોધકો ડિપ્રેશન, હતાશા, માથામાં થયેલી ગંભીર ઇજાઓ, અલ્ઝાઇમર વગેરે જેવી બીમારીઓમાં કરે છે. આ પ્રયોગમાં વીજળીના તંરગોને મગજના કોષો સુધી મોકલવામાં આવે છે.
ટાર્ગેટ સાઇઝની શોધ
૧. એક સ્ટીરિયોટેક્ટિક ફ્રેમને દર્દીના માથા પર બાંધવામાં આવે છે. જેથી દર્દીનું માથું સ્થિર રહી શકે અને મગજના ખાસ ભાગો સુધી પહોંચી નિદાન કરી શકાય.
૨. એમ.આર.આઇ. સ્કેનથી દર્દીના મગજની તપાસ કરવામાં આવે છે. જેના પરથી અસરગ્રસ્ત ભાગની ખબર પડે છે જેને સ્ટિમ્યુલેટ કરી શકાય. આ પ્રયોગની સફળતા તેના પર જ નિર્ભર કરે છે.
૩. સર્જરીમાં દર્દી તો જાગતો જ હોય છે પરંતુ તે લોકલ એનેસ્થેસિયાની અસરમાં હોય છે. ડોક્ટર માથાના ઉપરના ભાગે બે કાણાં પાડે છે.
૪. મગજમાં એક ઇલેક્ટ્રોરોડ નાખવામાં આવે છે તેના પરથી નિદાન સરળ બને છે.
૫. સ્કિનની અંદર ટયુબ્સમાં એક એક્ષટેન્શન વાયર નાખી તેને ઇલેક્ટ્રોરોડ સાથે જોડવામાં આવે છે. આ તાર દર્દીના માથામાંથી પસાર થઇને છાતીમાં આવે છે. તારના બીજા ભાગે પેસમેકર જેવું ઉપકરણ અથવા સ્ટિમ્યુલેટર લગાવવામાં આવે છે અને દર્દીના સ્કિન નીચે મૂકવામાં આવે છે, જે એક નાનકડી ઘડિયાળના આકાર જેવું હોય છે.
સર્જરી બાદ
કેટલાંક અઠવાડિયાં બાદ સ્ટિમ્યુલેટર સતત ઓછા પ્રમાણમાં વીજળી પ્રવાહિત કરે છે જેથી થોડા માસ બાદ તેની અસર વધારી શકાય. ઇલેક્ટ્રિકથી તાર ચાર્જ થઇ ઇલેક્ટ્રોરોડ સુધી પહોંચે છે જ્યાં તે નર્વ સેલની પ્રક્રિયાને સ્ટિમ્યુલેટ કરે છે.