ધનસુરામાં મોંઘવારી વિરોધી રેલી નિકળી : સૂત્રોચ્ચાર કર્યા

Feb 08,2010 Home > Ahmedabad > Sabarkantha >Article
 
comment    e-mail    print    
 
Viewed 49
Rate 0
Rating
Bookmark The Article
 
 

ધનસુરા.તા.૮

ધનસુરા તાલુકાના ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ મોઘવારીના પ્રાણ પ્રશ્નોને લઈ કેન્દ્ર સરકાર  ઉપરના ભાજપના અગ્રણી કાર્યકરોએ જણાવ્યું કે જ્યારે કોંગ્રેસ આવી છે ત્યારે મોઘવારી લાવી છે સામાન્ય,મધ્યમવર્ગ અને ગરીબ લોકોને જીવન જવવુ દોહ્યલુ બની ગયું છે. અસહ્ય કાળજાર મોઘવારી ના કારણે જીવન જરૃરીયાત ની ચીજ વસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે આડેધડ ભાવ વધારો થઈ રહ્યો છે આ કારમી મોઘવારી અંગે આમ લોકોના પ્રશ્નો ને વાચા આપવા આજે ધનસુરા તાલુકા ના ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય દિલિપસિંહ પરમાર ની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢી સમગ્ર ધનસુરા નગરમાંથી ભારે સુત્રોચ્ચાર અને બેનરો સાથે કેસરી પટ્ટા લગાવી નિકળ્યા હતા. રેલી ધનસુરા ચારરસ્તા થી મામલતદાર કચેરી જઈ મામલતદાર એસ. આર.સોલંકી ને ધારાસભ્ય દિલિપસિંહ પરમાર ના હસ્તે આવેદનપત્ર સુપ્રત કરેલ આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ વિશાળ સમૂદાયમાં મોઘવારી વિરૃધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતો આ રેલી માં પ્રદેશ પ્રભારી જ્યંતિભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ મનહરભાઈ દેસાઈ ,તા.પં.પ્રમુખ ચેતનાબેન તરાર, ઉપપ્રમુખ અનિલભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ કનુભાઈ પટેલ, કે.આર.પટેલ, મણીભાઈ રાઠોડ, ભિખુસિંહ,ગોપાલ ઠેકડી,લીનેશ શાહ,ચેતનભાઈ વોરા,દિનેશ પટેલ (આકરૃંદ),દક્ષાબેન પંડયા,મહિલા પ્રમુખ પૂષ્પાબેન પટેલ,હેમલત્તાબેન પટેલ,પ્રદેશ પ્રતિનિધિ ઈન્દિરાબેન પટેલ,ઉષાબેન પટેલ,ઈન્દુબેન પટેલ સાથે તાલુકાની મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com