મોડાસા પાલિકાએ સને ર૦૧૦-૧૧ના વર્ષનું વિકાસલક્ષી પુરાંત બજેટ પસાર કર્યુ

Feb 08,2010 Home > Ahmedabad > Sabarkantha >Article
 
comment    e-mail    print    
 
Viewed 36
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

મોડાસા.તા.૮

મોડાસા નગરપાલીકાની શનીવારના રોજ યોજાયેલ સામાન્ય સભામાં અને ર૦૧૦-૧૧ના વર્ષનું પુરાંત બજેટ કારોબારી અધ્યક્ષ દ્વારા રજૂ કરાતાં ઉપસ્થિત ૩પ સભ્યોમાંથી ૩૩ સભ્યોની બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.જયારે બે સભ્યોએ તેમનો મત તટસ્થ રાખ્યો હતો.ભારતીય જનતા પક્ષ શાસીત મોડાસા નગરપાલીકાની ર૦૧૦ના વર્ષની પ્રથમ સામાન્ય સભા ૩૦મી જાન્યુ.ના રોજ પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ બજેટસભામાં કારોબારી અધ્યક્ષ કમલેશ પટેલ દ્વારા સને ર૦૧૦-૧૧ના વર્ષનું વાસ્તવિક પુરાંતવાળુ બજેટ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.૭ કરોડની પુરાંતવાળા આ બજેટમાં નગરના વિકાસ અર્થે વિવિધ સહાયોમાંથી ૭ર કરોડના વિકાસ કામોને પ્રધાન્ય આપવામાં આવ્યું છે.જેમાં નગરજનોને દરરોજ નિયમીત પીવાનું પાણી મળી રહે અને વર્ષો જુની ભૂગર્ભ ગટર યોજનાને કાર્યવન્તિ કરવા અગ્રતા આપવામાં આવી હતી.

મોડાસા નગરપાલીકાએ આ બજેટ બનાવાવમાં ભૂપતૂર્વ પ્રમુખો,કારોબારી સમિતિના ભૂતપુર્વ ચેરમેનો, નગરના તજજ્ઞાો અને વિરોધપક્ષના નેતા ગુલામહુસેન ખાવક સાથે તબક્કાવારની ચર્ચાઓ યોજી,અભિપ્રાયો મેળવી તૈયાર કર્યુ હોવાનું નગરપાલીકાના ચીફ ઓફિસર મનોજ સોલંકીએ એક મુલાકાતમાં જણાવ્યુ હતું અને ર૦૧૦-૧૧ના વર્ષમાં ૮૦,૧પ,૭ર,પ૦૦ની આવક સામે ૭૭,૦૮,૯૪,૩૦૦નો ખર્ચ અંદાજે ૪ કરોડ ની ઉધડતી સિલક સાથે ૭ કરોડની પુરાંતનું વાસ્તવિક ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.

મોડાસા નગરપાલીકાએ રજૂ કરેલા આ વિકાસલક્ષી બજેટ દ્વારા વર્ષોથી બંધ પડેલ ભૂૃગર્ભ ગટર યોજના માટે રૃ.ર૮૬૩લાખ,બી આર.જી એફની ગ્રાન્ટ માંથી રૃ.૪૯ લાખ,શ્રીનીધી યોજના હેઠળ રૃ.૭પ લાખ,આઈડીએસ.એમટી યોજના હેઠળ રૃ.૭રપ લાખ પુર રાહત ગ્રાન્ટમાંથી રૃ.રપ લાખ,ગટર રીપેરીંગ માટે ૮ લાખ અને રોડ રીપેરીંગ કામો માટે રૃ.૬ લાખ ખર્ચવાનો અંદાજ આંકયો છે.વિકાસલક્ષી આ બજેટ દ્વારા નગરના માર્ગો,બાગબગીચા અને દોલપા સહીત લીમડા તળાવને રમણીય બનાવવાનું નિર્ધાર્યું છે. જયારે હાઈમાસ્ટ પોલ દ્વારા નગરના માર્ગોને પ્રકાશમય બનાવવાના સંકલ્પ સાથે આરોગ્યલક્ષી, સ્વરોજગારલક્ષી કાર્યક્રમોને વેગ આપવાનો નિશ્ચર્ય રજૂ કર્યો છે.

 મોડાસા નગરપાલીકા દ્વારા અને ર૦૧૦-૧૧ ના વિકાસલક્ષી પુરાંત બજેટને નગરજનોએ હર્ષભેર વધાવી નગરપાલીકાના વહીવટદારોની દુરદેશી નીતીને બીરદાવી હતી.

 

મોડાસા પાલીકા અને ર૦૧૦-૧૧નું અંદાજપત્રક

 કયાંથી આવક થશે ?

 

  કયાં ખર્ચ થશે ?

 

કરવેરાની આવક

,૧૭,૮૦,૦૦૦

સામાન્ય વહીવટ             

૯પ,૬૭,૮૦૦

ભાડાની ફીની આવક 

૧૩,૪૩,૦૦૦

જાહેર સલામતી              

૩૯,૪પ,૦૦૦

મહેસુલ ગ્રાન્ટ

,૧૯,૩૦,૦૦૦

પાણીપુરવઠો

,૪૭,૦૦,૦૦૦

પરચુરણ આવક

  ૬૦,૬૮,૦૦૦

આરોગ્ય રક્ષણ            

,૭૩,૩૦,૦૦૦

કેપીટલ ગ્રાન્ટ

,ર૯,૭પ,૦૦૦

જાહેરકામો

 ૭૧,૦૮,પ૦,૦૦૦

 દેવા વિભાગ

 ,૧૪,૦૧પ૦૦

 

 

દેવાવિભાગ

,૪પ,૦૧પ૦૦

 

 

કુલ                                           ૮૦,રર,૭ર,પ૦૦                                                                     ૭૭,૦૮૯૪૩૦૦    

 

રૃપિયો કયાંથી આવશે...કયા ખર્ચાશે...

કેપીટલ ગ્રાન્ટ

૯૦.૯૬

જાહેરકામો

 ૯ર.ર૧

મહેસુલી ગ્રાન્ટ

ર.૭૩

આરોગ્યરક્ષણ     

 ર.રપ

કરવેરાની આવક

ર.૭૧

દેવાપેટે

૧.૮૮

 દેવુ

ર.૬૭

પાણી પુરવઠો       

૧.૯૧

પરચુરણ આવક

 ૦.૭૬

સામાન્ય વહીવટ

૧.ર૪

ભાડુ ફી આવક

૦.૧૭

જાહેર સલામતી 

૦.પ૧

???                 ૧૦૦                                              ૧૦૦    

 

 ઘરવીહોણાઓનું સ્વપ્ન સાકાર થશે

- અશોક પટેલ પાલીકા પ્રમુખ

ર૦૧૦-૧૧ના વર્ષનું વિકાસલક્ષી બજેટ પ્રસાર કર્યા પછી નગરપાલીકા પ્રમુખ અશોક પટેલે એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે આ વિકાસલક્ષી બજેટમાં ૭ર કરોડની વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.જેમાં નગરના મકાન વિહોણા લાભાર્થીઓ માટે ૧પ કરોડ ના ખર્ચે પ૭૬ આવાસો બાંધવામાં આવશે.આ આઈ.એચ.ડી.પી યોજના હેઠળ મકાન વિહોણાનું 'ઘરનુ ઘરલ્લ સ્વપન સાકાર થશે

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com