દઢવાવ,તા.૮
સ્વર્ણિમ ગુજરાત વર્ષ ર૦૧૦ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ ઉજવણીના ભાગરુપી રાજ્ય સરકાર ધ્વારા ૧ર ફેબ્રુઆરી ર૦૧૦ પૂજ્ય રવિશંકર મહારાજની જન્મ જયંતિ થી ૧૪ એપ્રિલ ર૦૧૦ ડો.આંબેડકર જન્મ જયંતિ સુધી રાજ્યના તમામ ર૬ જિલ્લાઓ અને રર૩ તાલુકાઓના ગામોમાં સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથયાત્રાનું આયોજન કરવામાં આવેલુ છે.જેની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. ગુજરાત સરકારના અભિગમ રુપિ આ યાત્રા પુરા ગુજરાતના ગામે ગામ ફરશે અને સંકલ્પ કરાવશે.આઠ દિવસના કાર્યક્રમમાં દરેક ઉંમરના લોકો સહભાગી થશે.અને સરકારના તમામ વહીવટી વિભાગોને લગતી પ્રવૃતિઓ સામેલ કરવામાં આવશે.
પ્રથમ દિવસ-ે પ્રભાત ફેરી,બીજા દિવસ-ે ચિત્ર/ નિબંધ/ વકતૃત્વ/ વેશભુષા, ત્રીજા દિવસે-મહિલા સંમેલન/ તંદુરસ્તબાળ/ વાનગી હરિફાઈ, ચોથા દિવસે-દેશી રમોત્સવ, પાંચમા દિવસે-સામૂહિક સફાઈ,છઠ્ઠા દિવસે-સ્વસ્થ પશુ હરિફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, સાતમા દિવસે-ગ્રામ સુશોભન, અને અંતિમ રથયાત્રા આગમન થશે.અને સંકલ્પોમા શિક્ષક-સમયસર શાળામાં આવવા,મધ્યાહન ભોજન માં કાળજી લેવા,રમતવીરો તૈયાર કરવા,શાળા સ્વચ્વ રાખવા,બાળકોને કોચીંગ આપવા સંકલ્પ કરવાનો અનંરોધ કરવામાં આવ્યો છે.