પોલિયોના બીજા રાઉન્ડ માટે માઈક્રો પ્લાનિંગ હાથ ધરાયું

Feb 08,2010 Home > Ahmedabad > Sabarkantha >Article
 
comment    e-mail    print    
 
Viewed 26
Rate 0
Rating
Bookmark The Article
 
 

મોડાસા, તા.૮

૭મી ફેબુઆીરના રોજ જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાનાર પોલીયો રસીકરણના બીજા રાઉન્ડ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.સને ર૦૧૦ના વર્ષમાં પ્રથમ પોલીયો રાઉન્ડ જાન્યુઆરી માસની ૩જી તારીખે યોજાતાં સમગ્ર જીલ્લામાં આરોગ્ય વિભાગની સંખ્યાબંધ ટીમો દ્વારા ૦થીપ વર્ષના બાળકોને વિવિધ બુથો ઉભા કરી રસીકરણ કરવામાં આવ્યું હતું.જયારે બીજા રાઉન્ડનો રસીકરણ કાર્યક્રમ ૭મી ફેબુઆરીને પોલીયો રવીવારના રોજ હાથ ધરાનાર હોઈ જીલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા ટ્રાસ્ક ફોર્સ માઈક્રો પ્લોનીંગ હાથ ધરવામાં આવી રહયું છે. ૭મી ફેબુઆરી ર૦૧૦ના પોલીયો કાર્યક્રમના બીજા રાઉન્ડ માટે મોડાસા ખાતે નાયબ કલેકટર કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકા ટ્રાસ્ક ફોર્સની મીંટીંગ નું આયોજન કરાતાં ૦થી પ વર્ષના બાળકોના પોલીયો રસીકરણ માટે માઈક્રો પ્લાનીંગની ચકાસણી હાથ ધરાઈ હતી.આ અંગે મોડાસા બ્લોક હેલ્થ ઓફીસર ર્ડા.પજ્ઞોશ નાયકે માહીતી આપતાં જણાવ્યુ હતું કે મોડાસા ખાતે ધનસુરા તાલુકાના ૦થી પ વર્ષના ૪૪ર૯૬ બળકોને ૧૭૬ બુથોમાં ૭૦૪ સભ્યોની ૩પર ટીમો દ્વારા રસી આપવામા આવશે.જેમાં મોડાસા ખાતે ત્રણે વિશેષ ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ મોડાસા બસ સ્ટેન્ડ ખાતે ,મોડાસા ચાર રસ્તા ખાતે અને એક મોબાઈલ પોઈન્ટ ઉભા કરાશે.ર્ડા.નાયકે વધુમાં જણાવ્યુ હતુ કે ૭મી ફેબુઆરીના પોલીયો રવિવારવારે પ્રજાજનોને માહિતગાર કરવા કેબલ ઓપરેટરો દ્વારા,મોબાઈલ મેસેઝ દ્વારા અને મોબાઈલમાં માઈક્રો પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એનજીઓ સંસ્થાઓ જેવી કે લાયનસ કલબ,લીઓ કલબ વિ.દ્વારા પોલીયો બુથ ઉભા કરવા બાળકોને બિસ્કીટ,ચોકલેટ આપવા અને ધારાસભ્ય,તાલુકા પંચાયતના પ્રમુખ , નગરપાલીકાના પ્રમુખ,ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા રસીબુથનું ઉદ્દધાટન કરવાનું માઈક્રો પ્લોનીંગ હાથ ધરવામાં આવ્યું છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com