અમદાવાદ, તા. ૮
શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ આજે તેજી મંદીવાળાની જોરદાર ટસલ બાદ છેલ્લે ફ્લેટ બંધ રહ્યા હતા. ઓબામાએ સ્ટિમ્યુલસ પેકેજનાં નાણાં રચનાત્મક કામ માટે જ મળશે, સટ્ટાકીય પ્રવૃત્તિ માટે નહીં મળે તેવી આપે એવી ચીમકી અને આઉટર્સોિંસગ કંપનીઓ માથે ટેક્સ નાંખવાની મુકેલી દરખાસ્તનો ડર બજારમાં હજુ પણ દેખાય છે. ભારતીય શેરબજારોને લાગે વળગે છે ત્યાં સુધી વૈશ્વિક ટ્રેન્ડને અનુસરી રહ્યા છે. એફઆઇઆઇએ છેલ્લા દસ દિવસમાં લગભગ રૃ. દસેક હજારની વેચવાલી ફૂંકતા બજારોના ટેકનિકલ ધરાશાયી થઇ ગયા હતા. એશિયાઇ બજારોના નરમ સંકેતો અને અને અમુક અંશે પ્રોફિટ બુકિંગ થકી દિવસના શરૃઆતના ટ્રેડિંગમાં નિફ્ટી ૪૭૦૦ના લેવલ સુધી ગયો હતો. ત્યારબાદ યુરોપના દેશોના દેવાની ચિંતા હળવી થતી દેખાતાં યુરોપનાં બજારોને પગલે એશિયાઇ બજારોમાં પણ રિકવરી આવી હતી. ટ્રેડિંગના છેલ્લા અડધો કલાકમાં બજારમાં સખત વોલેટાલિટી જોવા મળી હતી. ૨૦૦૯-૧૦ના વર્ષમાં ભારતનો આર્િથક વિકાસ દર ૭.૨ ટકા રહેવાની આગાહી કરતાં માર્કેટ્સના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો.
બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં ઉપરમાં ૧૬,૦૬૧ અને નીચામાં ૧૫૬૫૧.૯૯ની સપાટી વચ્ચે અથડાયા બાદ છેલ્લે ૧૯.૯૬ પોઇન્ટ વધીને ૧૬૯૩૫.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં નીચામાં ૪૬૭૫.૪૦ અને ઉપરમાં ૧૭૯૯.૦૫ની સપાટી વચ્ચે વધઘટ થયા બાદ છેલ્લે ૩.૧૫ પોઇન્ટ વધીને ૪૭૬૦.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોના ચડાવ ઉતાર
ભારતીય શેરબજારો બંધ થવાના સમયે યુરોપનાં બજારો અડધોથી પોણો ટકો ઊંચા ચાલી રહ્યાં હતાં. અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ પાંચમીએ ૧૦.૫ પોઇન્ટ વધીને ૧૦૦૧૨.૨૩, નાસ્ડેક ૧૫.૬૯ પોઇન્ટ વધીને ૨૧૪૧.૧૨ની સપાટીએ બંધ રહ્યાં હતાં. એશિયામાં આજે નિક્કી ૧૦૫.૨૭ પોઇન્ટ વધીને ૯૫૧.૮૨, સ્ટ્રેટ ટાઇમ્સ ૧૦ પોઇન્ટ વધીને ૨૬૯૩.૬૨, હેંગસેંગ ૧૧૫.૧૯ પોઇન્ટ વધીને ૧૯૫૫૫૦.૮૯, તાઇવાન ૧૪.૩૩ પોઇન્ટ વધીને ૧૫૫૨.૭૯, શાંઘાઇ કોમ્પોઝિટ ૪.૨૩ પોઇન્ટ વધીને ૨૯૩૫.૧૭ની સપાટીએ હતો. યુરોપમાં ફુત્સી ૧૩.૫૧ પોઇન્ટ વધીને ૫૦૪૭.૪૧. સીએસી ૩.૨૯ પોઇન્ટ વધીને ૩૫૬૦.૪૭, ડેક્સ ૨૦.૬ પોઇન્ટ વધીને ૫૪૫૫ની સપાટીએ ચાલી રહ્યાં હતાં.
માર્કેટ બ્રેડ્થ મિશ્ર
કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ શેરોમાં તેમજ ઓએનજીસી, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોેસિસ, એચયુએલ અને પીએનબીમાં નીકળેલી લેવાલીના પગલે નિફ્ટીમાં સુધારો નોંધાયો હતો. જોકે મેટલ, ઓટો, એનટીપીસી, વિપ્રો, ટીસીએસ, આઇટીસી અને ડીએલએફમાં વેચવાલું પ્રેશર જોવા મળ્યું હતું. હેવીવેઇટ રિલાયન્સ આજે ફ્લેટ રહ્યો હતો. આજે ૧૩૫૪ શેર વધ્યા અને ૧૪૮૮૦ ઘટયા હતા.
મિડકેપમાં ચંબલ ર્ફિટલાઇઝર, નાગાર્જુન ર્ફિટલાઇઝર, કોર પ્રોજેક્ટ્સ, કંસાઇ નેરોલેક, પીએન્ડ જીનો શેર પાંચથી સાત ટકા વધ્યો હતો. ઇન્દ્રપ્રસ્થ ગેસ, ગુજરાત એનઆરઇ કોક, ટોરેન્ટ ફાર્મા અને સ્પાઇસ કોમ્યુનિકેશનનો શેર ચારથી નવ ટકા ઘટયો હતો. નવા લિસ્ટિંગમાં ડોમિનો પીઝાવાળાનો જ્યુબિલન્ટ ફૂડવર્કનો શેર રૃ. ૧૪૫ના ઇશ્યુ ભાવની સામે રૃ. ૨૨૯એ બંધ રહ્યો હતો. સ્મોલ કેપમાં મની મેટર્સ, થિંક સોફ્ટ, અહમદનગર ર્ફોિંજગ્સ, આઇએલ એન્ડ એફએસ, અષ્ટવિનાયક, ધરણી સુગર્સ, મોર્ડન ઇન્ડિયા, એબીજી શિપયાર્ડ અને હટસનનો શેર ૬-૧૦ ટકા ઘટયો હતો.
વોલ્યુમમાં ઉછાળો
માર્કેટમાં ટોટલ ટર્નઓવર રૃ. ૧,૧૧,૯૩૯.૬૭ કરોડ નોંધાયું હતું. આમાં એનએસઇ રોકડાના શેરમાં રૃ. ૧૪૧૨૫.૧૫ કરોડ, વાયદાના શેરમાં રૃ. ૯૩,૧૩૨.૫૩ કરોડ અને બીએસઇ રોકડાના શેરમાં ૪૬૮૧.૯૯ કરોડના કામકાજ રહ્યાં હતાં. મિડકેપ ૫.૫૭ પોઇન્ટ ઘટીને ૬૪૩૦.૩૬ની સપાટીએ બંધ રહ્યો અને સ્મોલ કેપ ૬.૭૩ પોઇન્ટ ઘટીને ૮૧૯૧.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો.