મુંબઇ, તા.૮
અમદાવાદ સ્થિત ટેક્ષટાઇલ અગ્રણી જિંદાલ વર્લ્ડવાઇડના શેરમાં આજે સળંગ છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં પાંચ ટકાની અપર ર્સિકટ લાગી હતી. વોલેટાઇલ માર્કેટ છતાં કંપનીનો શેર ખૂલતાની સાથે જ ૨૩૩ના ભાવે પહોંચી ગયો હતો. સોમવારના પાંચ ટકાના સુધારાની સાથે છેલ્લા છ સેશનમાં જિંદાલ વર્લ્ડવાઇડના શેરમાં ૩૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સોમવારે શરૃઆતમાં ૨૩૦ની સપાટીએ ખૂલી આ શેર પાંચ ટકાની અપર ર્સિકટ સાથે ૩૩૨.૮૫ના મથાળે રહ્યો હતો. વોલ્યુમ ૨૪૫૧ શેર્સનું હતું જે તેના બે સપ્તાહના સરેરાશ વોલ્યુમ ૮૬૩૭ શેર્સની તુલનાએ ખૂબ જ ઓછું જણાતું હતું. કંપની આગામી સમયમાં રૃ. ૨૨૫ કરોડના ખર્ચે સ્પિનિંગ, વિવિંગ, હોમ ટેક્ષટાઇલ, ગાર્મેન્ટ, ટેરી ટોવેલ, યાર્ન ડાઇંગ, કેપ્ટિવ પાવર પ્લાન્ટ તેમજ રિયલ્ટી જેવા વિવિધ ક્ષેત્રે નવા પ્રોજેક્ટ હાથ ધરશે. તેમજ પબ્લિક ઇશ્યુ અને ખાનગી ક્યુઆઇબી પ્લેસમેન્ટ તેમજ પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ માટે મૂડીબજારમાં આવે તેવી શક્યતા છે.