એપ્રિલથી જાન્યુઆરીમાં સ્ટીલના વપરાશમાં ૭.૯ ટકાનો વધારો

Feb 08,2010 Home > Business > Business News >Article
 
Tags:   steel comment    e-mail    print    
 
Viewed 159
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઇ, તા.૮

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ ૨૦૦૯થી જાન્યુઆરી ૨૦૧૦ સુધીના ગાળામાં સ્ટીલનો વપરાશ ૭.૯ ટકા વધીને ૪૫,૯૩ મિલિયન ટન નોંધાયો હતો. ઓટોમોબાઇલ, વાઇટ ગુડ્ઝ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રોમાંથી એકધારી માગને પગલે સ્ટીલ કન્ઝમ્પશનમાં ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ વધારો નોંધાયો હતો. ગત સમીક્ષક ગાળામાં સ્ટીલનો વપરાશ ૪૨.૫૯ મિલિયન ટન રહ્યો હતો. જોકે, ૧૦ માસના ગાળામાં સ્થાનિક બજારમાંસ સ્ટીલનું ઉત્પાદન ૩.૩ ટકા જ વધ્યું હતું. સ્ટીલ મંત્રાલયના પ્રોવિઝનલ ડેટા મુજબ એપ્રિલથી જાન્યુ. સુધીમાં ઘરઆંગણે સ્ટીલનો વપરાશ વધીને ૪૮.૮૧ (૪૭.૨૭) મિલિયન ટન થયો હતો. દરમિયાન સ્ટીલની આયાત ૧૮.૫ ટકાના વધારા સાથે ૫.૯ મિલિયન ટન રહી હતી તેમજ નિકાસમાં તમામ ક્ષેત્રે નરમાઇ રહેતા સ્ટીલની નિકાસ પણ ૩૪.૧ ટકા ઘટીને ૨.૩૯ મિલિયન ટન રહી હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com