એક્સાઈઝ ડયુટીમાં બે ટકા વધારાથી લોખંડના ભાવ વધશે

Feb 27,2010 Home > Rajkot > Junagadh-Porbandar >Article
 
Tags:   general budget 2010 comment    e-mail    print    
 
Viewed 296
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ, તા.૨૬

યુપીએ સરકારનું બજેટ લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે ખાસ ફાયદાકારક પણ નથી તો નુકસાનકારક પણ નથી. અલબત્ત, એક્સાઈઝ ડયુટીમાં બે ટકાના વધારાના પગલે ફાઉન્ડ્રી, ફોર્જીંગ, બેરિંગ, મશીન ટુલ્સ, ડિઝલ એન્જિન ઉદ્યોગોમાં ભાવ વધારો ઝીંકાય તેવી શકયતા ઉદ્યોગકારોએ વ્યકત કરી છે.

મંદીના સમયે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી ૧૬ ટકા હતી તેમાં સીધો ૫૦ ટકાનો કાપ મૂકીને ૮ ટકા કરી નાખી હતી. હવે, મંદીનો સમય પુરો થયો છે. ખાસ કરીને રાજકોટમાં કયાંય મંદી જોવા મળતી નથી. અમારી ધારણા ડયુટી ૧૨ ટકા થશે તેવી હતી. પરંતુ તેના બદલે કેન્દ્ર સરકારે રાહત આપતા હોય તેમ ૮ ટકામાંથી ૨ ટકા વધારીને ૧૦ ટકા કરી છે, તેમ જણાવતા શાપર-વેરાવળ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ ટીલાળાએ કહ્યું કે આ બજેટ ઉદ્યોગ જગત માટે એવરેજ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખર્ચ અને પગાર વધારાને પહોંચી વળવા સરકારે આવક ઉભી કરવા ડયુટી વધારી છે. ઈન્કમટેકસમાં ઉપલા સ્લેબમાં રાહત આપી છે અને પરંતુ નીચલા સ્લેબમાં રાહત આપી નથી. રહી વાત એક્સાઈઝ ડયુટીમાં વધારાની તો અમારે ડયુટી લાગીને જ આવતી હોય છે. જે અમને મોડવેટમાં મળી જાય છે. ઉદ્યોગોએ પ્રોફિટ ડિફરન્સની ડયુટી ભરવી પડતી હોય છે. ડયુટી વધારાના કારણે લોખંડના ભાવમાં હજુ એક વધારો આવશે. અગાઉ વધારા બાદ આ બીજો વધારો હશે.રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશનના પ્રમુખ ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે જયાં સુધી એન્જિનિયરીંગ ઉદ્યોગને લાગે-વળગે છે ત્યાં સુધી ખાસ કંઈ નૂકસાન નથી તો લાભ પણ થયો નથી. એક્સાઈઝ ડયુટીમાં બે ટકાનો વધારો થયો છે, તેની જરૃર ન્હોતી. ડયુટી વધવાથી લોખંડના ભાવ વધી જશે. તેની સીધી અસર ફાઉન્ડ્રી, ફોર્જીંગ, બેરિંગ, મશીન ટુલ્સ, ડીઝલ એન્જિન ઉદ્યોગમાં થશે. પરિણામે વસ્તુ મોંઘી બનતા તેનું ચૂકવણું ગ્રાહકે જ કરવાનું રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભાવ વધારાના કારણે ઈન્ડસ્ટ્રીને માર પડશે. તે સિવાય ડયુટી પેમેન્ટમાં છૂટછાટ આવકાર્ય છે. ખાસ કરીને સરકારે આઈ.ટી. ઓડિટ લિમિટ રૃ.૪૦ લાખથી વધારીને રૃ.૬૦ લાખ કરી છે તે સારી બાબત છે. વ્યકિત આવકવેરામાં પણ રાહત આપી છે તે આવકારદાયક છે.

અગ્રણી ઉદ્યોગપતિ અને એન્જિનિયરીંગ એસો.ના પૂર્વ પ્રમુખ નરેશ પટેલે પણ બજેટને ફિફટી-ફિફટી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ડયુટીમાં વધારાના કારણે આનુષાંગિક ચીજ-વસ્તુમાં વધારો આવશે તેનો ભાર છેલ્લે ગ્રાહક પર જ જશે. ઉદ્યોગો માટે સરકારે વેરા ઘટાડીને રાહત આપવાની જરૃર હતી. હવે લોખંડમાં ભાવ વધારો આવતા તેની અસર અન્ય ઉત્પાદનો પર પણ જોવા મળશે.

 

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com