રાજકોટ,તા.ર૬ :
કેન્દ્રીય નાણા પ્રધાનનું બજેટ આમ આદમીને નિરાશ કરનારૃ બજેટ હોવાનો લોકમત ઉભો થયો છે. એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે. અનાજ, કઠોળ, તેમજ ખાંડના ભાવ સળગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય નાણા પ્રધાને ઘા ઉપર મીઠુ ભભરાવ્યોનો તાલ સર્જાયો છે. રાજકોટમાં મોટા ભાગની ગૃહિણીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, મોંઘવારી ઘટે તેવા કોઈ પ્રયાસો બજેટમાં થયા નથી. આગામી દિવસોમાં ઘરનું માસિક બજેટ વેરવિખેર થઈ જશે. તેમાં પણ સોના, ચાંદી, કીચનવેર આઈટમોમોમાં ભાવવધારાથી આમ આદમીનું જીવન જીવવું દુષ્કર બની જશે. પેટ્રોલ અને ડિઝલમાં થયેલો ભાવ વધારો સરેરાશ મોંઘવારી વધારશે. નાણામંત્રીનું બજેટ થોડી ખૂશી જયાદા ગમ જેવું છે.
સ્થાવર મિલ્કત ખરીદનારાઓને હવે ફાયદો જરૃર થશે
નાણામંત્રીએ મિલ્કત ખરીદીના સંદર્ભમાં જે મહત્વની જોગવાઈ કરી છે તે આવકાર દાયક છે તેમાં પણ મિલ્કત જંત્રીથી ઓછી કિંમતે ખરીદવા છતાં તફાવતની રકમ અન્ય આવક તરીકે હવેથી કરપાત્ર ગણવામાં નહીં આવે તેવી જોગવાઈઓ સ્થાવર મિલ્કતો ખરીદનારા અને બિલ્ડર્સને પણ મોટો ફાયદો થશે અંદાજપત્રમાં ખાસ કરીને બાંધકામ ઉદ્યોગને જ મહત્વ આપ્યું છે તેનાથી રીયલ એસ્ટેટમાં વધુ તેજી આવશે.
- શાંતિભાઈ સંચાણીયા (બિલ્ડર્સ)
મહિલા નોકરીયાતને વધુ આવકવેરા મુકિતની જરૃર હતી
આવકવેરામાં મહિલા નોકરીયાતોને હજુ વધારે રાહત આપવાની જરૃર હતી જે આવક મર્યાદા હાલ નક્કી કરવામાં આવી છે તે પગાર પ્રમાણે ઓછી છે બજેટમાં મોંઘવારીને નાથવા માટે કોઈ પગલાં લેવાયા નથી. મોંઘવારી ઘટશે તેવી કોઈ જાહેરાત કરાઈ નથી નોકરીયાતોને કદાચ મુશ્કેલી ઓછી પડે પરંતુ મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બનશે.
- મંજુલાબન ચોકસી -આચાર્ય
(સુચક શાળા નં.-૯-રાજકોટ)
ડયુટિમાં વધારો થતાં કીચનવેરની આઈટમો મોંઘી થશે
કેન્દ્રીય નાણામંત્રીએ જીવન જરૃરિયાતની ચીજ વસ્તુઓ સસ્તી થાય તેવી કોઈ જોગવાઈ બજેટમાં કરી નથી. કીચનવેરની આઈટમમાં ર ટકા ડયુટી વધારવાથી ગૃહિણીઓને મુશ્કેલી ઉભી થશે સાથોસાથ ગરીબ અને મધ્યમવર્ગના લોકો કોચીંગ કલાસનો સહારો લેતા હતા ને સવલતને ર્સિવસ ટેકસમાં આવરી લેતા ફી વધવાથી ભણતર મોંઘુ થશે અને વિદ્યાર્થીઓને ગેરફાયદો થશે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારવાથી મોંઘવારી વધુ વકરશે.
- સંગીતાબેન અમીપરા (ગૃહિણી)
ગૃહિણીઓ માટેનું આ બજેટ છેતરામણું ગણી શકાય
ચાલુ વર્ષના બજેટમાં નાણામંત્રીએ બીન યોજનાકીય ખર્ચમાં થયેલા વધારાથી ફૂગાવો વધશે અને ગરીબ વધુ ગરીબ બનશે. નાણામંત્રીએ ખાદ્યમાં ઘટાડો કર્યો તે આવકાર દાયક છે કેન્દ્રની યુ.પી.એ. સરકારનું આ બજેટ અત્યાર સુધીનું સૌથી છેતરામણું કહી શકાય તેવું બજેટ છે. પેટ્રોલના ભાવ વધારાથી રસોડા સુધી તેની અસર પહોંચશે અને મોંઘવારી ગૃહિણીઓના રસોડાનું બજેટ વેરવિખેર કરી દેશે.
- અંજલી વોરા (ગૃહણી)
નોકરિયાત વર્ગને રાહત આપનારૃ બજેટ છે
કેન્દ્ર સરકારના નાણાપ્રધાને જે બજેટ રજુ કર્યું છે તે નોકરીયાતો માટે રાહત આપનારૃ છે. નોકરીયા વર્ગ ઈમાનદારીથી ઈન્કમટેક્ષ ભરે છે ત્યારે ઈન્મટેક્ષમાં અપાયેલી રાહત લોકો માટે આશિર્વાદ રૃપ છે. બાંધી આવક ધરાવનારા વર્ગને વધતી મોંઘવારી સામે ટકી રહેલા માટે હાલ પુરતું બળ આ બજેટમાંથી મળી
ગયું છે.
- ઉષાબહેન શીંગાળા (બેંક ઓફ ઈન્ડિયા)
મોંઘવારી ઘટે તેવા કોઈ સંકેતો બજેટમાં આપ્યા નથી
બજેટમાં નાણામંત્રીએ મોંઘવારી ઘટવા બાબતના કોઈ સંકેત આપ્યા નથી. સામાન્ય વ્યકિત રોજ બરોજના ખર્ચને પહોંચી વળે તેવી રાહતો આપી નથી. પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કયા જઈને અટકશે મોંઘવારી ઘટે તે માટે કોઈ નક્કર પગલાં બજેટમાં લેવાયા જ નથી જે ગૃહિણીને સહન કરવું પડશે. ગૃહિણીને રસોડામાં રાહત મળે તેવી બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
- મનિષાબેન હરીયાણી (ગૃહિણી)
બજેટમાં અન્ય વર્ગને નાણામંત્રીએ અન્યાય કર્યો છે
બજેટમાં જે રાહતો આપી છે તેનાથી મોંઘવારી ઘટશે નહી પરંતુ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી મોંઘવારી વધુ કાતીલ બનશે પગારદાર વર્ગ ને રાહત આપી અન્ય વર્ગને અન્યાય કર્યો છે બજેટમાં આમ આદમીને કોઈ રાહત મળે તેમ નથી. ગૃહિણીના બજેટમાં સ્થિરતા હોવી જોઈએ અને બચત કરી શકાતી હોવી જોઈએ તેને બદલે ભાવધવારો રોજ બરોજની મુશ્કેલી ઉભી કરશે ખાંડ, તેલ, અને કઠોળના ભવો હજુ વધશે ત્યારે સરકારે ફરી વિચારવું પડશે.
- કિરણબહેન જોષી ( ગૃહીણી)
નોકરીયાતોને થોડી રાહત આપનાર બજેટ છે
કેન્દ્રીય નાણાપ્રધાન પ્રણવમુર્ખજીએ રજુ કરેલા બજેટમાં નોકરીયાતોને ખાસ રાહત આપનારૃ છે. આવકવેરામાં અપાયેલી રાહત આવકાર દાયક છે. સાથોસાથ પેટ્રોલ અને શિક્ષણખર્ચ ખૂબ જ વધી જવા પામશે. પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારા ઉપરાંત કોચીંગ કલાસની સવલતને ટેકસમાં આવરી લેતા ફી વધવાથી વિદ્યાર્થીઓને ગેરફાયદો થશે બજેટમાં મોંઘવારી ઘટાડવાના કોઈ ઉપાયો દર્શાવ્યા નથી થોડી રાહત આપનાર બજેટ છે.
- રક્ષાબહેન પરમાર (ગૃહિણી)
આમ આદમીને નજર અંદાજ કરવામાં આવ્યો
બજેટમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે મોંઘવારી વધશે. જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવો આસમાને જશે. આમ આદમીને નજર અંદાજ કરવામાં આવ્યો નથી. નોકરિયાતોને અને ખેડૂતોને ફાયદો કરાવી આપ્યો. પરંતુ સાધારણ વર્ગનું શું ? બજેટમાં મોંઘવારી ઘટે તેવી કોઈ જાહેરાત ન કરતા આમ આદમી માટે નિરાશાજનક બજેટ ગણી શકાય.
- રાજેન પી. વ્યાસ (રાજકોટ)
આમ આદમીનું બજેટ હોવું જોઈએ તે નથી
આમ આદમીનું બજેટ હોવું જોઈએ તે નથી. આપેલી રાહતો આવકાર દાયક છે. બજેટમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની અપેક્ષા હતી જ નહી. દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સરકારે વધુ જોગવાઈ કરી છે તે વ્યાજબી છે વિકાસદર જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવો જરૃરી હતો આવકવેરાની રાહત ઘણી જ વ્યાજબી છે.
- ભાગ્યેશ વોરા (વેપારી)
આમ આદમીને નજર અંદાજ કરવામાં આવ્યો
બજેટમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે મોંઘવારી વધશે. જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવો આસમાને જશે. આમ આદમીને નજર અંદાજ કરવામાં આવ્યો નથી. નોકરિયાતોને અને ખેડૂતોને ફાયદો કરાવી આપ્યો. પરંતુ સાધારણ વર્ગનું શું ? બજેટમાં મોંઘવારી ઘટે તેવી કોઈ જાહેરાત ન કરતા આમ આદમી માટે નિરાશાજનક બજેટ ગણી શકાય.
- ડો.નયન શાહ (રાજકોટ)
આમ આદમીને નજર અંદાજ કરવામાં આવ્યો
બજેટમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે મોંઘવારી વધશે. જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવો આસમાને જશે. આમ આદમીને નજર અંદાજ કરવામાં આવ્યો નથી. નોકરિયાતોને અને ખેડૂતોને ફાયદો કરાવી આપ્યો. પરંતુ સાધારણ વર્ગનું શું ? બજેટમાં મોંઘવારી ઘટે તેવી કોઈ જાહેરાત ન કરતા આમ આદમી માટે નિરાશાજનક બજેટ ગણી શકાય.
- રાજેન્દ્ર જોષી (રાજકોટ)