|
|
Last Updated:
IST
|
|
|
|
|
|
|
શીખ વિરોધી રમખાણ કેસ : સજ્જન કુમારના જામીન મંજૂર
|
|
Mar 10,2010
|
Home >
National >Article
|
|
|
|
|
|
|
|
નવી દિલ્હી : બુધવાર. 10
શીખ વિરોધી રમખાણોમાં સક્રિય ભૂમિકા હોવાના કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારના દિલ્હી હાઈકોર્ટે જામીન મંજૂર કરતા આગામી સુનાવણી માટે 20 મી તારીખ નિર્ધારીત કરી હતી.
મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ લોકેશ કુમાર શર્માએ દિલ્હીના બહારના ક્ષેત્રના સાંસદ રહી ચુકેલા સજ્જન કુમારને 50 હજાર રૂપિયાના દંડ અને તેટલી જ રકમ જમા કરાવવાની શરતે જામીન મંજૂર કર્યા હતાં. 64 વર્ષીય સજ્જન કુમાર ઉપરાંત શીખ વિરોધી રમખાણોમાં કથીત ભૂમિકા અદા કરવામાં અન્ય સાત આરોપીઓ પણ જામીન મેળવવા માટે કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જે તમામના પણ કોર્ટે જામીન મંજૂર કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સજ્જન કુમારે બીનજામીનપાત્ર વોરંટ જાહેર થયા બાદ 26 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટ પાસેથી જામીન મેળવી લીધા હતાં.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|