|
|
Last Updated:
IST
|
|
|
|
|
|
|
ચાલુ નાણાંકીય વર્ષમાં એર ઈન્ડિયાને 5400 કરોડનું નુકશાન
|
|
Mar 10,2010
|
Home >
National >Article
|
|
|
|
|
|
|
|
નવી દિલ્હી : બુધવાર. તા.10
કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી પ્રફુલ પટેલે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં એર ઈન્ડિયાને 5400 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે અને નુકશાન હજી આગામી કેટલાક વર્ષોમાં યથાવત રહે તેવી શક્યતા પણ તેમને વ્યક્ત કરી હતી. જો કે તેમણે કંપની કયા સમયગાળા દરમિયાન નફો કમાવવાનું શરૂ કરશે તે વિષે કોઈ જ જાણકારી આપી ન હતી.
આર્થિક મંદીના વર્ષ તથા ચાલુ વર્ષે થયેલા 5400 કરોડ રૂપિયાની ખાધ સહિત કંપનીને કુલ 13174 કરોડ રૂપિયાનું નુકશાન થઈ ચુક્યું છે.
ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં કંપનીનો ઈંધન ખર્ચ 1741 કરોડ રૂપિયા સુધી પહોંચવા પામ્યો હતો. આ રકમ ભરપાઈ કરવાની એર ઈન્ડિયાને સુચના આપવામાં આવી ચુકી છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સતત નુકશાન કરી રહેલી સરકારી હસ્તકની એરલાઈન્સ એર ઈન્ડિયાને સરકાર દ્વારા ઘણીવાર જંગી નાણાંકિય મદદ પુરી પાડવામાં આવી ચુકી છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|