7 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

Mar 10,2010 Home > National >Article
 
Tags:   uttar pradesh rape comment    e-mail    print    
 
Viewed 1677
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

કાનપુર : બુધવાર. 10

લાડવો ખવડાવવાની લાલચ આપીને મંદિરના એક પુજારીના અરાધમ પુત્રએ સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની ગળુ દબાવીને હત્યા નિપજાવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ લોકોનાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો હતો અને ગામમાં સ્થિતિ વણસવા પામી હતી જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોડવવાની ફરજ પડી હતી.

સમગ્ર ઘટના વિષે જણાવત પોલીસ અધિક્ષક લાલ બહાદુરે કહ્યું હતું કે શિવપુરા નામના વિસ્તારમાં રહેતા રાકેશ ગુપ્તાની 7વર્ષની માસૂમ બાળકી ખુશી ગામની શાળામાં જ અભ્યાસ કરી રહી હતી. ગઈ કાલે મંગળવારે મોડી રાત્રે ગામના ગુટેશ્વર મંદિરના પુજારીના પુત્ર નરેન્દ્ર ઉર્ફે લલ્લુ (25) આ માસુમ બાળકેને મંદિરનો લાડવાનો પ્રસાદ આપવાના બહાને પોતાના ઘરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર બાદ સાત વર્ષની ખુશીની ગળુ દબાવીને કૃર રીતે હત્યા નિપજાવવામાં આવી હતી.બીજી તરફ ખુશીના માતાપિતા સહિત પરિવારજનોએ તેને શોધવાના રાતભર પ્રયત્નો કર્યા હતાં. બુધવારે સવારે ખુશીની કપડા ફાટેલી તથા અસ્તવ્યસ્થ હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણકારી સત્વરે જ પોલીસને આપવામાં આવી હતી.

લાલ બહાદુરના જણાવ્યા પ્રમાણે મંદિરમાં પૂજાપાઠ કરવાનું કામ નરેન્દ્રના પિતા જ કરતા હતાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી આ કામ નરેન્દ્ર પોતે કરી રહ્યો હતોં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકીની લાશ પ્રથમ નજરે જોતા જ જણાઈ આવતું હતું કે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ તેની હત્યા નિપજાવવામાં આવી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપી નરેન્દ્રને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ ઘટનાના પગલે ગામલોકો ભારે રોષે ભરાયા છે અને ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાંરૂપે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com