મહિલાઓ કરતાં પુરુષો પાસે વધુ નવરાશનો સમય

Mar 10,2010 Home > National >Article
 
Tags:   man women comment    e-mail    print    
 
Viewed 1321
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી, તા.૧૦

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે જારી કરાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટનમાં પુરુષો પાસે  મહિલાઓ કરતાં વધુ નવરાશનો સમય હોય છે. આ સર્વેમાં જણાવાયું છે કે, પુરુષો મહિલાઓની સરખામણીમાં વધુ સમય સુધી ટીવી જોવે છે. વધારે સમય મિત્રોને મળે છે. વધારે સમય સુધી રમતગમત અથવા તો પોતાની પસંદગીની પ્રવૃત્તિમાં રહે છે.

  • પુરુષો ટીવી જોવામાં, મિત્રોને મળવામાં, પસંદગીની પ્રવૃત્તિમાં સમય ગાળે છે : સર્વે

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ નેશને જણાવ્યું છે કે, બ્રિટિશ પુરુષો ફ્રાન્સ અને અમેરિકામાં રહેતા પુરુષોની બિલકુલ નજીક પહોંચી ગયા છે. આ બંને દેશોમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ સખત પરિશ્રમ કરે છે.

બ્રિટનના અગ્રણી અખબારને ટાંકીને જણાવાયું છે કે, સરકાર અને કંપનીઓને સમાનતાના અંતરને દૂર કરવા વધુ પગલાં લેવાની જરૃર છે. પુરુષો સામાન્ય રીતે મહિલાઓ કરતાં વધુ આરામની પળો માણે છે.

બ્રિટનમાં ૩૨ મિનિટથી વધુ નવરાશનો સમય સરેરાશ બ્રિટિશ પુરુષો માણે છે. જ્યારે અમેરિકામાં ૩૮ મિનિટ નવરાશનો લાભ, ફ્રાન્સમાં ૩૩ મિનિટ, બેલ્જિયમમાં ૫૦ મિનિટ અને જર્મનીમાં ૨૨ મિનિટ નવરાશનો લાભ ઉઠાવે છે. ઈટાલિયન પુરુષોનો નવરાશનો સમય મહિલાઓ કરતાં દિવસમાં ૮૦ મિનિટ વધુ હોય છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com