કોલકાતા, તા. ૧૦
ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા સ્નાતકોને તગડા પગારો ઓફર કરવાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ભારત સહિત કેટલાક દેશોનાં અર્થતંત્ર પરથી વૈશ્વિક મંદીનાં વાદળો દૂર થઈ રહ્યાં છે તેના સંકેતરૃપે કંપનીઓમાં નવી ભરતીની મોસમ ખૂલી રહી છે. આઈઆઈએમ-કોલકાતાના વિદ્યાર્થીએ તગડા પગારની ઓફર મેળવવામાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેને ૧.૬ કરોડના પેકેજની ઓફર કરવામાં આવી છે.
આઈઆઈએમ કોલકાતાનો વિદ્યાર્થી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક સાઉથ ઈસ્ટ એશિયામાં ર્વાિષક ૧.૬ કરોડના પેકેજથી જોડાશે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ લંડનની ઈન્વેસ્ટમેન્ટ બેન્કમાં ર્વાિષક ૧ કરોડના પગારથી જોડાઈ રહ્યા છે. આઈઆઈએમ કોલકાતા ખાતે આ વર્ષે કેમ્પસ ઈન્ટરવ્યુમાં પહેલા અને બીજા દિવસે ૯૧ કંપનીઓ ઊંચા પે પેકેજ સાથે ઓફરો લઈને આવી હતી. દેશની કંપનીમાં ઊંચા પે પેકેજની વાત કરીએ તો આઈઆઈએમ-સીના વિદ્યાર્થીને એક ઈન્વેસ્મેન્ટ બેન્ક દ્વારા મુંબઈની ઓફિસમાં ર્વાિષક ૬૦ લાખની ઓફર કરાઈ છે.
દિલ્હી યુનિર્વિસટીએ પણ આ વર્ષે રેકોર્ડ તોડયો છે. ત્યાંની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ અને સેન્ટ સ્ટીફન કોલેજના સ્ટુડન્ટસને ૩૨ લાખના પેકેજની ઓફર થઈ છે. મંગળવારે પૂરી થયેલી ભરતીની કામગીરી દરમિયાન દિલ્હી યુનિર્વિસટીના ૫૦૦ સ્ટુડન્ટ્સને વિવિધ કંપનીઓમાં જોબ મળી છે. જો કે આ વખતે પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓનો ધસારો ગયા સત્રની સરખામણીમાં ઘણો ઓછો હતો. ગયા સત્રમાં દરરોજ ૫૮ કોલેજના ૨૦૦૦ સ્ટુડન્ટ્સ હાજર રહ્યા હતા.
પ્લેસમેન્ટના છેલ્લા બે સેશનમાં ૬૦ સ્ટુડન્ટ્સને જોબની ઓફર કરાઈ છે જ્યારે ૩૧૦ સ્ટુડન્ટ્સની પસંદગી યાદી બનાવવામાં આવી છે. જેમાં એમઆઈઈ,ેએચસીએલ તેમજ એચડીએફસી જેવી કંપનીઓએ જોબની ઓફર કરી છે. વિપ્રો, જેનપેક્ટ, ટેક મહિન્દ્રા, એનડીપીએલ, ઈન્ડિકોર્પ, ડેલ, ન્યૂઝએક્સ જેવી કંપનીઓ પણ આ ભરતી ઝુંબેશમાં જોડાઈ હતી.
----- આઈઆઈએમ-કોલકાતાના વિદ્યાર્થીએ નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેને ૧.૬ કરોડના પેકેજની ઓફર
----- સાઉથ ઈસ્ટ એશિયામાં ર્વાિષક ૧.૬ કરોડના પેકેજથી જોડાશે
----- અન્ય બે વિદ્યાર્થીઓ લંડનની ઈન્વેસ્ટમેન્ટ બેન્કમાં ર્વાિષક ૧ કરોડના પગારથી જોડાઈ રહ્યા છે
----- આઈઆઈએમ-સીના વિદ્યાર્થીને એક ઈન્વેસ્મેન્ટ બેન્ક દ્વારા મુંબઈની ઓફિસમાં ર્વાિષક ૬૦ લાખની ઓફર
----- શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ અને સેન્ટ સ્ટીફન કોલેજના સ્ટુડન્ટસને ૩૨ લાખના પેકેજની ઓફર
----- દિલ્હી યુનિર્વિસટીના ૫૦૦ સ્ટુડન્ટ્સને વિવિધ કંપનીઓમાં જોબ મળી
----- એમઆઈઈ,એચસીએલ તેમજ એચડીએફસી જેવી કંપનીઓએ જોબની ઓફર કરી
---- વિપ્રો, જેનપેક્ટ, ટેક મહિન્દ્રા, એનડીપીએલ, ઈન્ડિકોર્પ, ડેલ, ન્યૂઝએક્સ જેવી કંપનીઓની પણ ભરતી ઝુંબેશ