નવી દિલ્હી, તા. ૧૦
ભૂતપૂર્વ સૈનિકોને તેમના વર્ષોથી પેન્ડિંગ રહેલા પેન્શનના લાભ આપવા માટે સંરક્ષણ મંત્રાલયે આદેશો બહાર પાડયા છે. આને કારણે ૧૨ લાખ નિવૃત્ત સૈનિકોને રાહત મળશે. જો કે સરકારી તિજોરી પર આને કારણે ર્વાિષક ૨૨૦૦ કરોડનો બોજ પડશે. ઉચ્ચ કક્ષાની સમિતિની ભલામણો તેમજ વડાપ્રધાને તાજેતરમાં લોકસભામાં આપેલી ખાતરી પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉપર્યુક્ત આદેશની સાથે મંત્રાલય દ્વારા કેબિનેટ સેક્રેટરી કે. એમ. ચંદ્રશેખર સમિતિની પેન્શન અંગેની સાત ભલામણો અમલી બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. નિવૃત્ત સૈનિકોની ઘણા લાંબા સમયથી એક રેન્ક - એક પેન્શનની માગણીની સમકક્ષ પેન્શનની માગણી સંતોષાશે. સંરક્ષણ મંત્રાલયે આ વર્ષે ૮ માર્ચના રોજ સમિતિની સાતમાંથી બાકીની બે ભલામણો અમલી બનાવવાનો આદેશ આપ્યો હતો. આ બે ભલામણોનો અમલ કરવાના આદેશ સાથે જ ઓફિસર રેન્કથી નીચલા સ્તરના ૧૦ ઓક્ટોબર, ૧૯૯૯ પહેલાના અને પછીના નિવૃત્ત સૈનિકોને મળતા પેન્શનમાં સમાનતા આવશે અને ૨૦૦૬માં પ્રધાનોના ગ્રૂપ દ્વારા જાહેર કરાયેલાં ધોરણો મુજબ તેમને પેન્શન મળશે.
મંત્રાલયે આપેલા આ આદેશને કારણે ભૂતપૂર્વ સૈનિકોની ઘણા્ લાંબા સમયની માગણી સંતોષાઈ છે અને ઓફિસર્સ તેમજ જવાનોના પેન્શનના લાભ એક રેન્ક-એક પેન્શનની નજીક પહોંચ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિતાંશુ કારના જણાવ્યા મુજબ હવે ભૂતપૂર્વ અને હાલના પેન્શનર્સ વચ્ચેનો તફાવત દૂર થશે અને વિકલાંગ પેન્શનર્સ સહિત એક્સ ર્સિવસમેનના પેન્શનમાં નોંધપાત્ર સુધારો થશે.
જે અન્ય ભલામણોનો અગાઉ અમલ કરવામાં આવ્યો હતો તેમાં ઓફિસરની રેન્ક નીચેના સૈનિકોને ૧ જાન્યુઆરી, ૨૦૦૬થી ક્લાસિફિકેશન એલાવન્સ આપવાનો તેમજ જાન્યુઆરી, ૨૦૦૬થી ૩૩ વર્ષ સાથે ફુલ પેન્શનને સાંકળતી જોગવાઈ દૂર કરવાનો સમાવેશ થાય છે. લેફ્ટનન્ટ જનરલો માટે અલગ પે સ્કેલ દાખલ કરવામાં આવ્યા પછી પેન્શનના રિવિઝનનો અમલ પણ કરવામાં આવ્યો છે. ૧ જાન્યુઆરી, ૨૦૦૬ પહેલા વિકલાંગતાની વધારે ટકાવારી અને યુદ્ધ દરમિયાન ઈજાના સંદર્ભમાં વધુ પેન્શન તેમજ વિકલાંગ પેન્શનર્સના કિસ્સામાં યુદ્ધ દરમિયાન ઈજા માટે પેન્શન પરની મહત્તમ મર્યાદા દૂર કરવાનો સમાવેશ થાય છે.
પેન્શનની પડતર માગણીઓ સંતોષવાના ટેકામાં ગયા વર્ષે ભૂતપૂર્વ સૈનિકોના ઓર્ગેનાઈઝેશનોએ દેશભરમાં દેખાવો કર્યા હતા અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને તેમનાં ર્સિવસ અને ગેલેન્ટરી મેડલ પરત કર્યા હતા.