ચીખલી, તા. ૧૦
ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.તંત્રની કથળેલી પરિઙ્ઘિસ્થતનો ભોગ આજે ચાર જેટલી અઙ્ઘાદિવાસી વિર્દ્યાિથનીઓ બની હતી. બામણવાડા ગામની આમધરા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ચાર આદિવાસી વિર્દ્યાિથનીઓ ચીખલી ઈટાલિયા કેન્દ્રમાં એસટીના પાપે મોડી પહોંચતા પરીક્ષા આપી શકી ન હતી.
ચીખલીની ઈટાલિયા હાઇસ્કૂલનાં કેન્દ્રમાં આમધરા હાઇસ્કૂલની ચાર આદિવાસી વિર્દ્યાિથનીઓ બ્લોક નં. ૫માં પ્રીતિ દશરથ પટેલ (નંબરબી - ૪૪૦૭૮૦), સંગીતા રમેશ પટેલ (બી-૪૪૦૭૯૩) રશ્મિકા બાબુ પટેલ (બી- ૪૪૦૭૮૩) અને બ્લોક નંં.૪માં ક્રિષ્ના દિલીપ પટેલ (બી-૪૪૦૭૫૩) એસએસસી બોર્ડની પરીક્ષા આપી રહી છે. આજરોજ એસએસસી બોર્ડનું ૧૦-૩૦ કલાકે વિજ્ઞાાનનું પેપર હોય, ચારેય આદિવાસી વિર્દ્યાિથનીઓ બામણવાડામાં ૯-૩૦ કલાકે આવતી એસટી બસની મુખ્ય માર્ગ પર રાહ જોઈ બેસી રહી હતી. પરંતુ છેક સવા બાર વાગ્યે બસ આવતા તે વિદ્યાર્થનીઓ સાડા બાર વાગ્યે ચીખલી ઇટાલિયા હાઇસ્કૂલનાં કેન્દ્ર પર પહોંચી હતી. જોકે આ સમયે બોર્ડની સ્લીપમાં તે તમામ પરીક્ષાર્થીને ગેરહાજર દર્શાવી દેવાતા ચારેય વિર્દ્યાિથનીઓ પરીક્ષા આપી શકી ન હતી. આ સાથે જ આદિવાસી વિર્દ્યાિથનીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે.
ચીખલી તાલુકાનાં એસટી તંત્રના લોલમલોલ કારભારનાં પાપે આજે ચાર ચાર આદિવાસી વિર્દ્યાિથનીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે તેવા સમયે એસટી તંત્ર સામે પ્રજા અને જનપ્રતિનિધિ કેવો રૃખ અપનાવે તે જોવું રહ્યું. આ ઉપરાંત એસ.ટી. તંત્રના ધાંધીયા પગલે લોકો રોજબરોજ હેરાન થાય છે. તે અલગથી.