વડોદરા , તા.૧૦
હાલ સૂર્યાસ્ત થવાના સમયે અંધારૃ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને પશ્ચિમ દિશામાં એક અદ્ભૂત આકાશી નઝારો જોવા મળી રહ્યો છે. ખગોળશાસ્ત્રમાં ઝોડિયાકલ લાઈટ તરીકે ઓળખાતાં આ રાશિ પ્રકાશના નઝારો એ નરી આંખે જોઈ શકાતું સૌરમંડળનંુ આશ્ચર્ય કહેવાય છે. આટલી વિશાળ નરી આંખોેથી જોઈ શકાય તેવી આ એક જ ઘટના છે તેમ છતાં ઘણા ખરા લોકો આ અવકાશી ઘટના બાબતે અજાણ છે.
આ અવકાશી ઘટના સર્જાવા માટે આંતરગ્રહીય ધૂળ કારણભૂત હોવાનંુ મનાય છે. ગ્રહો બનતાં રહી ગયેલી ધૂળ ગુરૃ ગ્રહ સુધી પથરાયેલી છે. તેની ઉપર સૂર્ય પ્રકાશ પડતાં તેનુ પરાવર્તન થઈ પ્રકાશ દેખાય છે. રાશિ ચક્ર ક્ષિતિજ સાથે ૯૦ અંશનો ખૂણોે બનાવતંુ હોય ત્યારે કેટલાંક અક્ષાંશ પરથી સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય થવાના પહેલાં વર્ષમાં એકાદ બે વાર જોવા મળે છે.
હાલ બીજી માર્ચથી સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં આ અતિવિરાટ પ્રકાશ દેખાઈ રહ્યો છે. શહેરમાંથી આ પ્રકાશનો મઝા માણી શકાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી તેની સંપૂર્ણ મઝા માણી શકાશે. આગામી ૧૦ - ૧૨ દિવસમાં આ પ્રકાશ વધુ સારો દેખાશે. સાદા કેમેરાની મદદથી તેના ફોટા પણ પાડી શકાશે.