બોગસ નોટિસકાંડમાં તપાસનો આદેશ : દોષિતોની ખેર નથી

Mar 11,2010 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 257
Rate 0
Rating
Bookmark The Article
 
 

વડોદરા,તા. ૧૦

શહેરના કુબેર ભુવન ખાતે આવેલી મુખ્ય સબ રજિસ્ટ્રારની કચેરીના સહી સિક્કાવાળી બોગસ નોટિસો ઈશ્યુ કરીને બિલ્ડર પાસેથી રૃપિયા પડાવી લેવાના કૌભાંડનાં થયેલા પર્દાફાશના સંદર્ભમાં તપાસ કરવાના જિલ્લા કલેકટર વિજય નહેરા દ્વારા આદેશ જારી કરવામાં આવતાં  સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાનમાં બોગસ નોટિસ ઈશ્યુના ચકચારભર્યા પ્રકરણમાં સરકારી કચેરીના કોઈ કર્મચારીની સંડોવણી હોવાની શકયતા મજબૂત બનતાં ગાંધીનગર ખાતે આવેલી વડી કચેરી દ્વારા વડોદરાના મુખ્ય સબ રજિસ્ટ્રારની કચેરીના આવક-જાવકની નોંધણીના ચોપડાઓની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત આ કૌભાંડના ભીતરમાં આજકાલમાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી પણ શકયતા જોવાઈ રહી છે.જિલ્લા કલેકટર વિજય નહેરાએ સંદેશ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતંુ કે, મુખ્ય જિલ્લા સબ રજિસ્ટ્રારની કચેરીના સહી સિક્કાનો દૂર ઉપયોગ થાય તે ગંભીર બાબત છે. આ દિશામાં તપાસ કરવા માટે જરૃરી સૂચનાઓ આપી છે.

શહેરના કુબેર ભુવન ખાતે આવેલી સરકારી કચેરીઓમાં જમીનોને લગતી કામગીરી થાય છે. આ કચેરીઓની કાર્યપધ્ધતિથી પરિચિત કેટલાક ભેદી વ્યકિતઓએ બિલ્ડરો પાસેથી તોડ કરવા માટે સરકારી કચેરીઓના બનાવટી સહિ સિક્કાઓનો દૂરઉપયોગ કરીને શહેરના બિલ્ડરોને બોગસ નોટિસ મોકલાવાઈ હતી. જેનો સંદેશે પર્દાફાશ કર્યો હતો. સંદેશમાં પ્રસિધ્ધ થયેલાં અહેવાલના પગલે મુખ્ય જિલ્લા સબ રજિસ્ટ્રારની કચેરીના પત્રક આવક તથા જાવકના રજિસ્ટરની ચકાસણી કરવાના આદેશ જારી કરવામાં આવતાં  ખળભળાટ મચી જવા પામ્યો છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com