વડોદરા, તા.૧૦
શહેરમાં ફેલાયેલા મચ્છરોના ત્રાસને દૂર કરવા માટે સંસદીય સચિવ યોગેશ પટેલે મ્યુ. કમિશનર એમ.કે. દાસને તાકીદ કરી છે. તેમજ આ સાથે પક્ષાપક્ષીના રાજકારણને બાજુ પર મુકીને 'મચ્છર ભગાવો' અભિયાન શરૃ કરવા જણાવ્યંુ છે.રૃ.૫૦ કરોડની ર્સ્વિણમ સહાયને મચ્છરોને નિયંત્રીત કરવા પાછળ વાપરવા સૂચન કર્યું છે.
શહેરમાં ખુલ્લી વરસાદી કાંસો, ઊભરાતી ગટરો અને ગંદકીને લઈને મચ્છરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેનો ભોગ નિર્દાેષ શહેરીજનો બની રહ્યાં છે. શહેરના સરદારનગર, નવાયાર્ડ, નિઝામપુરા, માંજલપુર, નવાયાર્ડ, કારેલીબાગ, મકરપુરા, વાઘોડિયા રોડ, આજવા રોડ, ગોત્રી, ગોરવા, વાડી અને કિશનવાડી સહિતના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
સંસદીય સચિવ અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ ગઈ કાલે ગાંધીનગર ગયા હતા. જ્યાં મ્યુ. કમિશનર એમ.કે. દાસ તેમને મળ્યાં હતા. યોગેશ પટેલે કમિશનર દાસને મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે તાકિદ કરતા જણાવ્યું હતું કે, લોકો મચ્છરોથી બચવા માટે મહિને રૃ.૩૦૦નો ખર્ચ કરી રહ્યાં છે. જો તે ન કરે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ થાય અને દવાખાનામાં રૃપિયા નાખવા પડે.
તેઓેએ વધુમાં જણાવ્યું હતું કે, મચ્છરોના ત્રાસથી આખુ શહેર પરેશાન છે. માત્ર રાત્રે જ નહિં દિવસે પણ મચ્છરોનો ત્રાસ છે. જે દૂર કરવો જોઈએ. જે માટે પક્ષાપક્ષીના રાજકારણને બાજુ પર મુકીને મચ્છર ભગાવો અભિયાન હાથ ધરવાનું સૂચન કર્યું હતંુ. જે બે સ્તરે કરી શકાય તે માટેની માહિતી પણ તેઓએ આપી હતી. તેમજ તાજેતરમાં રૃ.૫૦ કરોડની મળેલી વિશેષ ર્સ્વિણમ સહાય મચ્છરોના નિયંત્રણ માટે વાપરવાનું સૂચન પણ કર્યંુ હતંુ.
ગંદકીને લઈને કોંગ્રેસે યુનિર્વિસટી કેમ્પસથી છાણી જકાતનાકા સુધીનો સર્વે કરશે
કોંગ્રેસના કાર્યકર નરેન્દ્ર રાવતે ઉપાડેલા જાગો વડોદરા જાગોના અભિયાનમાં યુનિર્વિસટી કેમ્પસથી પંડયા હોટલ બ્રિજ, અધ્યાપક કુટિરથી છાણી જકાતનાકા સુધીના ગંદકીથી ખદબદતા સ્થળોનું સર્વે હાથ ધરાયું છે. જે સ્થળોથી ગંદકીને કારણે મચ્છરો ઉત્પન્ન થાય છે. તે સ્થળોએ સર્વે કરીને કોર્પાેરેશનને રજૂઆત કરશે.
આજે ૨૦૦ લી.બેક્ટીસાઈડ પાવડર અને ૧૩૦ લી.એલ.ડી.ઓનો છંટકાવ કરાયો
મ્યુ. કોર્પાેરેશની ફાઈલેરીયા શાખાએ જણાવ્યાં પ્રમાણે, કોર્પાેરેશને તાત્કાલિક ૫૦ નંગ નેપસેક પ્રેસર પંપની ખરીદી કરી તમામ વોર્ડમાં તેનું વિતરણ કર્યું છે. આ પંપ દ્વારા આજે ૨૦૦ લિટર બેક્ટીસાઈડ પાવડરના મિશ્રણ તથા ૧૩૦ લિટર એલ.ડી.ઓ.નો છંટકાવ વિવિધ વોર્ડમાં કરવામાં આવ્યો હતો. તેમ સવાર - સાંજ બે સમય ફોગિંગ કામગીરી પણ કરાઈ હતી. જેના ભાગરૃપે ૨૬૦ લિટર પાયરેથ્રમ મિશ્રણ વરરાશ કરવામાં આવ્યો હતો.