આજે વિશ્વ કિડની દિવસ કિડનીના રોગ વર્ષે ૧૮૦૦ શહેરીજનોને ભરખી જાય છે

Mar 11,2010 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 463
Rate 0
Rating
Bookmark The Article
 
 

વડોદરા, તા. ૧૦

કિડનીનાં રોગો અંગે જાગૃતતા આવે તે હેતુથી માર્ચ મહિનાના બીજા ગુરૃવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. કિડનીના રોગ માટે પ્રીવેનશન ઇઝ બેટર ધેન કયોરનું સૂત્ર ખરેખર લાગુ પડે છે. કિડનીનો રોગ લાગુ પડયા પછી દર્દી શારીરિક, માનસિક અને આર્િથક રીતે ખલાસ થઇ જાય છે. એક સર્વેક્ષણ મુજબ કિડનીની બીમારીથી શહેરમાં વર્ષે આશરે ૧૮૦૦ જણાના મોત નીપજે છે. આ પ્રાણઘાતક રોગ અંગે જાગૃતતા લાવવા માટે અને કિડનીના રોગના દર્દીઓની સહાયતા માટે શહેરની ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે.

ડાયાબિટીસ અને હાઇબ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓને કિડનીનાં રોગ જલદી લાગુ પડે છે. આ ઉપરાંત મૂળભૂત કિડનીના રોગો કિડનીમાં પથરી અને પરૃ થઇ જવાથી તેમજ વારસાગત રોગના લીધે કિડનીનાં રોગ થાય છે. ઉલ્લેખનિય છે કે, પેઇન કીલર્સ સહિતની દવાઓની આડ અસરથી પણ કિડનીને ગંભીર અસર થાય છે. તબીબી સર્વેક્ષણ મુજબ દર ૧ લાખ વ્યક્તિઓએ ૪૦૦ જણા કિડનીનાં રોગથી પીડાતા હોય છે. શહેરની ૨૦ લાખની વસ્તી મુજબ ૮૦૦૦ લોકો કિડનીનાં રોગથી પીડાતા હોય છે. જે પૈકી ૨૦૦૦ લોકો કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હોય છે. જેમાં ૬૦૦ જણાંને ડાયાલિસિસની જરૃર હોય છે. પરંતુ તે પૈકી માત્ર ૬૦ જણા જ કિડનીની સંપૂર્ણ સારવાર મેળવી શકે છે.

કિડનીનું કામ લોહીનંુ શુદ્ધિકરણનું છે. ૧ દિવસમાં કિડની ૩૦૦ વાર લોહીનું શુદ્ધિકરણ કરે છે. આ ઉપરાંત લોહી બનાવવાનંુ કામ પણ કરે છે. કિડનીનાં રોગનાં લીધે લોહીનું પ્રમાણ પણ દર્દીનાં શરીરમાં ઘટી જાય છે. કિડનીનાં રોગ લાગું પડયા પછી ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ એમ બેજ ઉપાય છે. જેમાં ડાયાલિસિસ અને દવાનો ખર્ચ મહિને રૃ. ૧૫,૦૦૦ જેટલો આવે છે. જેમાં દર્દી શારીરિક, માનસિક અને આર્િથક રીતે પાયમાલ થઇ જાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ અત્રેની ભાઇલાલ અમીન હોસ્પિટલ ખાતે રૃ. ૨ લાખ ૭૫ હજારમાં થાય છે વિતેલા ૫ાંચ વર્ષમાં ૮૦ ઉપરાંત કિડની ટાન્સપ્લાન્ટ થયા હોવાનું નેફ્રોલોજીસ્ટ ડો. કમલેશ પરીખે જણાવ્યું હતું. કિડનીનું દાન નજીકનાં સંબંધીઓ કરી શકે છે. જયારે આ ઉપરાંત કેડવર ડોનેશનમાં જે દર્દીનું બ્રેઇન ડેડ થઇ ગયું હોય તેવા દર્દીનાં કુટુંબીજનો કેડવર ડોનેશનનો નિર્ણય લઇ શકે છે. તેનું પ્રમાણ ખૂબજ ઓછું છે. શહેરમાં વિતેલા પાંચ વર્ષમાં કેડવર ડોનેશનમાં પાંચ કિડનીનું ડોનેશન થયું છે.

શહેરમાં કિડનીનાં રોગ માટેની જાગૃતતા લાવવા માટે અને દર્દીઓને મદદ કરતી ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓમાં

 ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન, નર્મદા કિડની ફાઉન્ડેશન અને સુશ્રુષા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન આ રોગ અંગે જાગૃતતા લાવવા માટે શાળા કોલેજો અને કંપનીઓમાં જઇ તેની જાણકારી આપે છે. સ્લમ વિસ્તારમાં ભવાઇ દ્વારા કિડનીનાં રોગોની જાણકારી આપવામાં આવે છે આવતીકાલે વિશ્વ કિડની દિન નિમત્તે સંસ્થા દ્વારા સાંજે કિડનીનાં રોગ અંગેની જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે કરનાર છે. સુશ્રુષા ફાઉન્ડેશન દ્વારા ડો. કમલેશ પરીખ દ્વારા ભલામણ કરાયેલા દર્દીઓને દવાઓની સહાય કરવામાંઆવે છે.

શહેરનાં ૪૫ દર્દીઓ કેડવર ડોનેશનમાં કિડની મળે તેની રાહ જોઇ રહ્યા છે

કિડનાં રોગની સારવારમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ઉત્તમ ગણાય છે. પરંતુ કેટલાય કિડનીનાં દર્દીઓને કુટુંબનાં સભ્યો કિડની આપી શકતા નથી. આવા કિસ્સાઓમાં દર્દીઓને કેડવર ડોનેશન દ્વારા કિડની મળે તો તે દર્દીની જિંદગી જીવવી સરળ બની જાય છે. મગજની ઇજા કે બ્રેઇન હેમરેજનાં કિસ્સાઓમાં બ્રેઇન ડેડ થઇ જતાં આ દર્દીનાં કુટુંબીજનો કિડની, લિવર સ્વાદુપિંડ હૃદય અને ફેફસાનું દાન કરી શકે છે. આ કેડવર ડોનેશનની જાગૃતતા આવે તો કેટલાય દર્દીઓને નવ જીવન મળી શકે છે. કેડવર ડોનેશનમાં કિડની મળે તેની રાહ ૪૫  દર્દીઓ જોઇ રહ્યા છે. શહેરની શ્રીનાથ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા દિવાળીપુરાનાં વિદ્યુત વિષ્ણુકાંત છાયાને ઘરના સભ્યો કિડની આપવા તૈયાર થયા પરંતુ એક પણ સભ્યનું બ્લડ ગૃપ નહી મળતું આવતા તેઓએ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટની આશા લગભગ છોડી દેવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કેડવર ડોનેશનમાં કિડની મળે તો જ તેઓને ડાયાલિસિસમાંથી મુક્તિ મળી શકે છે. જયારે બે વર્ષથી ડાયાલિસિસ કરાવતા જીગ્નેશ પુનમભાઇ પટેલને પણ કુટુંબમાંથી કિડની મળી શકે તેવી સ્થિતિ નથી આથી તેઓ પણ કેડવર ડોનેશન હેઠળ કિડની મળે તેની રાહ જોઇ રહ્યા છે. શહેરમાં ૪૫ દર્દીઓ કેડવર ડોનેશન હેઠળ કિડની દાનમાં મળે તેની રાહ જોઇ રહ્યા છે તેમ નેફ્રોલોજીસ્ટ ડો. કમલેશ પરીખે જણાવ્યંુ હતું.

કિડનીનાં દર્દીઓને પ્રવાસે લઇ જવાનું આયોજન

વડોદરા : કિડનીનાં દર્દીઓનાં જીવનમાં ઉત્સાહ આનંદ જળવાઇ રહે અને જીવન પ્રત્યે ઉદાસીનતા ન આવે તે હેતુથી કિડનીનાં દર્દીઓ માટે કામ કરતી સંસ્થા ઇન્ડિયન રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીનાં દર્દીઓને પ્રવાસે લઇ જવાનું પણ આયોજન કર્યુ છે. વિશ્વ કિડની દિનની ઉજવણીનાં ભાગરૃપે સંસ્થા દ્વારા કિડનીનાં દર્દીઓને આગામી રવિવારનાં રોજ કાવી કંબોઇ ખાતે પર્યટન પર લઇ જવાશે.

આ પર્યટન સ્થળે દર્દીઓ તેઓને થતા અનુભવોની પણ એક બીજા સાથે ચર્ચા કરી શકે છે. અને જીવન જીવવા પ્રત્યેનો સકારાત્મક અભિગમ પણ કેળવી શકે છે. સંસ્થા દ્વારા આવતીકાલે ગાંધીનગર ગૃહ ખાતે કિડનીનાં રોગની જાગૃતતા લાવવા માટે પત્રિકા વિતરણ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com