પાઈપ લાઈનથી ગેસ મળવો શરૃ ન થતાં કચેરીમાં હંગામો

Mar 11,2010 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 91
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ તા.૧૦

રાજકોટમાં જી.એસ.પી.સી. દ્વારા પાઈપ લાઈન મારફત અપાતા ગેસમાં છેલ્લા કેટલાય સમયથી લોલમલોલ ચાલે છે. ચંદન પાર્ક, સોમનાથ સોસા., શાંતિ નિકેતન પાર્ક, કીડવાઈનગર અને ગાંધીગ્રામ વિસ્તારમાંથી અનેક લોકોએ લાંબા સમયથી જીએસપીસીમાં પાઈપલાઈનથી ગેસ  મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધુ છે. એડવાન્સ ડિપોઝીટની રકમ ભરી દીધી છે. છતાં તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતાં દોઢસો ફૂટ રીંગ રોડ પાણીના ટાંકા સામેની કંપનીની કચેરીએ ટોળા ઉમટી પડયા હતા. પાઈપલાઈનથી ગેસ કનેકશન કયારે શરૃ  થશે. તેની રજૂઆત કરવા આવેલા લોકોને કચેરીના સ્ટાફે શટર પાડી પુરી દેતા ભારે હંગામો મચી ગયો હતો.

જીએસપીસીના જવાબદાર સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને ફોન કરી બોલાવતા પોલીસે આવી મામલો થાળે પાડયો હતો. કેન્દ્ર સરકારના અને પુરવઠાના નિયમ અનુસાર પાઈપલાઈનથી ગેસ મેળવનારાઓએ ત્રણ મહિનામાં રાંધણગેસનો સિલિન્ડર જમા કરાવવાનો હોય છે. જે જમા કરાવી દીધા બાદ પણ પાઈપલાઈનથી ગેસ શરૃ ન થતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને જીએસપીસીની ઓફિસે રજુઆત માટે જાય તો તેમને ધમકાવી તેમની સાથે ઉધ્ધત વર્તન કરી કાઢી મુકાય છે. ગેસથી વંચિત અમુક લોકો કેરોસીન કાળાબજારમાં ખરીદી રસોઈ બનાવી રહ્યા છે. ઉપરાંત ગાંધીગ્રામ, વૈશાલીનગર તેમ જ ૧પ૦ ફૂટ રીંગ રોડની અનેક સોસા.ના લત્તાવાસીઓ તેમના ઘરમાથી ગેસ કંપનીની ખાડાના કારણે વાહનો પણ કાઢી શકતા નથી. કયારેક ખાડા ઉપર આડેધડ માટી નાંખી દેતાં વાહનો ફસડાઈ પડે છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com