વ્યસન મૂક્તિનો કાર્યક્રમ ૨૦ મિનિટમાં જ આટોપી લેવાયો

Mar 11,2010 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 77
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ,તા.૧૦ :

ર્સ્વિણમ જયંતી વર્ષ નિમિતે મહાપાલિકા દ્વારા યોજતા કાર્યક્રમો માત્ર દેખાડા પૂરતા જ થતા હોય એવુ આજે ઉપલાકાંઠે યોજાયેલા વ્યસનમૂક્તિના એક કાર્યક્રમ પરથી જણાતુ હતુ. આ કાર્યક્રમના આયોજન પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો પણ તેની સામે કાર્યક્રમ માત્ર ૨૦ મિનિટમાં જ આટોપી લઈ મનપાના પદાધિકારીઓ રવાના થઈ ગયા હતા.

વ્યસતમૂક્તિનો કાર્યક્રમ હોય તો બંધાણીઓ પાસે વ્યસન મૂક્તિના સંકલ્પ લેવડાવવા જેવા કોઈ કામ થવા જોઈએ. પરંતું અહીં આખા કાર્યક્રમમાં માત્ર ભાષણબાજી જ ચાલી.પૂષ્પગૂચ્છથી સ્વાગત થયા, મંચસ્થ પર બિરાજમાનોએ વ્યસન કોને કહેવાય અને તેનાથી શું નુકસાન થાય એવુ બાલમંદિરનું પ્રવચન કર્યુ ! કાર્યક્રમનો હેતુ બેશક સારો જ હતો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા જે દાનત હોવી જોઈએ તે દાનતનો અભાવ વર્તાતો હતો. એ જોતા કાર્યક્રમ માટે આઠ ગાળાનો તોતીંગ મંડપ સમિયાણો સહિતના આયોજન પાછળ કરાયેલા મોટા ખર્ચનો માત્ર ૨૦ મિનિટમાં જ ધૂમાડા થઈ ગયો હતો.

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com