જાડેજા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા રાજસ્થાનની માગ

Mar 13,2010 Home > Sports >Article
 
Tags:   ipl 2010 rajasthan royal ravindra jadeja comment    e-mail    print    
 
Viewed 2847
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઇ, તા. ૧૩

ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી સિઝનમાં રાજસ્થાન રોયલ્સને સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ખોટ પડી રહી હોય તેમ જણાય છે. રાજસ્થાન રોયલ્સે બીસીસીઆઇને લખેલા પત્રમાં રવિન્દ્ર જાડેજા ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માગ કરી છે. રાજસ્થાન રોયલ્સે બીસીસીઆઇને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમે માત્ર રવિન્દ્ર જાડેજા અન્ય ફ્રેન્ચાઇઝી સાથે વાટાઘાટ કરી રહ્યો છે તેની જાણ બીસીસીઆઇને કરી હતી. બીસીસીઆઇ આ મામલે જાડેજા ઉપર પ્રતિબંધ લાદી દેશે તેવી અમારી કોઇ જ અપેક્ષા નહોતી. જાડેજા ખૂબ જ પ્રતિભશાળી ઓલરાઉન્ડર છે અને અમે આ સિઝનથી તેને વધુ રકમ આપવા પણ તૈયાર હતા. ઉલ્લેખનીય છે કે, શેન વોર્ને ભારતીય ધરતી ઉપર પગ મૂકતાં જ કહ્યું હતું કે તેમની ટીમને રવિન્દ્ર જાડેજાની ખોટ પડશે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોઇ પ્લેયર ઉપર ફ્રેન્ચાઇઝીને બ્લેકમેલ કરવાને કારણે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય તેવું સૌપ્રથમ વાર બન્યું હતું. જાડેજાએ આ અપિલ સામે બીસીસીઆઇમાં અપિલ પણ કરી હતી. જોકે, આઇપીએલ શરૃ થવાના બે દિવસ અગાઉ બીસીસીઆઇએ તેની અપિલ ફગાવી દીધી હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com