શાહરુખની ‘માય નેમ ઈઝ ખાન’ બ્રિટનમાં સૌથી હિટ

Mar 13,2010 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   my name is khan shah rukh khan uk comment    e-mail    print    
 
Viewed 2651
Rate 3.4
Rating
Read in English
Bookmark The Article
 
 

લંડન, તા.૧૩

અમેરિકન બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડયા બાદ શાહરુખખાન અભિનીત માય નેમ ઈઝ ખાન (એમએનઆઈકે) ૨૫ કરોડ પાઉન્ડની કમાણી સાથે યુકે બોક્સ ઓફિસ ખાતે સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.

કરણ જોહર નિર્દેશિત ફિલ્મ એમએનઆઈકે એ કભી ખુશી કભીગમ એ ૨૦૦૧માં બનાવેલો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જે ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં શાહરુખ અને કાજોલની જોડી જ હતી.

કરણ જોહરે કહ્યું હતું કે યુકે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરવાના રેકોર્ડ એમએનઆઈકેએ તોડયો તેનાથી ભાવવિભોર બની ગયો છે. જૂનો રેકોર્ડ પણ મારી ફિલ્મના નામે જ ફોક્સ ટીમે ફિલ્મમાં જે વિશ્વાસ દેખાડયો અને મદદ કરી તેના કારણે જ યુકેમાં બોલિવુડ ફિલ્મએ નવુ શિખર સર કર્યુ છે.  અત્રે એ નોંધનીય છે કે બોલિવૂડમાં ધૂમ મચાવ્યાના આઠ વર્ષ બાદ પુનઃ શાહરુખ-કાજોલની જોડીને લઈને ફોક્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ ધર્મા પ્રોડક્શન અને રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ સહયોગથી એમએનઆઈકેનું નિર્માણ કર્યુ હતું.

સેન્ચુરી ફોક્સના નિર્દેશક એન્ડ્ર્યુ ટર્નરે કહ્યું હતું કે સૌથી વધુ ઓપનિંગ કલેકશન મેળવનાર બોલિવૂુડ ફિલ્મ બનવાની તક છે તેનો અમને ખબર જ હતી પરંતુ કમાણીમાં કરવાની બાબતે અત્યાર સુધીની પ્રથમ ફિલ્મ બની તે એક અદ્ભુત સિદ્ધિ છે.

  • ૨૫ કરોડ પાઉન્ડની કમાણી કરી
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com