નવી દિલ્હી, તા.૧૩
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની વારંવારની વિમાનયાત્રાને કારણે સરકારી તિજોરી પર પડતા ભારે બોજની નોંધ લઈને સરકાર હવે દેશના ભૂતપૂર્વ સત્તાધીશોના વિદેશપ્રવાસની સંખ્યાને મર્યાદિત કરવા માટે ટોક્કસ ધારાધોરણ ઘડી કાઢવા ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. ભૂતપૂર્વ સત્તાધીશોેની વિદેશયાત્રા દરમિયાન સુરક્ષા માટેના ખર્ચ ઉપરાંત અન્ય જુદા જુદા ખર્ચ પણ મોટા પાયે થઈ જાય છે અને તેનો ખર્ચ સરકારે જ ઉઠાવવો પડે છે.
અબ્દુલ કલામની વિદેશમાં ભારે માંગ છે અને તેઓ વારંવાર જુદા જુદા કારણોસર વિદેશ જતા જ રહે છે. ૨૦૦૭માં રાષ્ટ્રપતિભવન છોડી દીધા બાદ કલામ વિદેશમાં લેક્ચર આપવા માટે વારંવાર ગયા છે. આ ઉપરાંત તેમના પુસ્તકો ઉપર વાતચીત કરવા માટે પણ કલામ વારંવાર વિદેશ ગયા છે અને દર મહિને સરેરાશ એક પ્રવાસ કલામે કર્યો છે. વિંગ્સ ઓફ ફાયરના લેખક કલામની લેક્ચર ર્સિકટમાં ભારે બોલબાલા રહી છે. સ્કૂલ અને યુનિર્વિસટીઓમાં વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય છે. વિશ્વભરની ૩૦ યુનિર્વિસટીઓ અને સંસ્થાઓ તરફથી તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટોરેટનું સન્માન મેળવી ચૂક્યા છે તેથી તેમની ભારે માંગ છે. સરકારને વિદેશમાં કલામના એક દિવસના ખર્ચરૃપે સુરક્ષા પર એક હજાર ડોલરનો ખર્ચ કરવો પડયો છે. આવા વિદેશી પ્રવાસો ઉપર બ્રેક મૂકી શકાય છે કે કેમ તેવી ગણતરી સરકારે હાથ ધરી છે. ગૃહમંત્રાલય સાથે મળીને વડાપ્રધાનની કચેરીએ આ અંગે વાતચીત શરૃ કરી દીધી છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસની સંખ્યા અંગે માર્ગર્દિશકા ઘડી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, એક વર્ષમાં તેમની વિદેશયાત્રાની મહત્તમ સંખ્યા છ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. નવી દરખાસ્ત મુજબ ભલામણની મર્યાદા કરતાં વધુ વિદેશપ્રવાસ કરનારને સુરક્ષાખર્ચ ઉપાડવા માટે કહેવામાં આવશે.