પઠાણ પાવર : યુસુફની ૩૭ બોલમાં સદી

Mar 13,2010 Home > Sports >Article
 
Tags:   yousuf pathan ipl 2010 rajasthan royal comment    e-mail    print    
 
Viewed 12058
Rate 4.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ, તા.૧૩

બરોડાના સ્ટાર ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ૩૭ બોલમાં ઝંઝાવાતી સદી ફટકારી હોવા છતાં આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સનો મુંબઇ ઇન્ડિયન્સ સામે ૪ રને પરાજય થયો હતો. યુસુફ પઠાણે ૩૭ બોલમાં સદી ફટકારી ઈતિહાસ સજર્યો હતો. આ સાથે જ યુસુફ પઠાણ ટ્વેન્ટી૨૦ના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારવામાં બીજા ક્રમે આવી ગયો છે. આ ઉપરાંત ટ્વેન્ટી૨૦માં સદી ફટકારનાર યુસુફ પઠાણ બીજો ભારતીય છે. અગાઉ ગઇ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે મનિષ પાંડેએ સદી ફટકારી હતી. યુસુફ પઠાણની ૩૭ બોલમાં ૧૦૦ રનની ઇનિંગ્સમાં ૯ બાઉન્ડ્રી અને ૮ સિક્સરનો સમાવેશ થતો હતો. યુસુફે પ્રથમ ૫૦ રન ૧૯ બોલમાં જ્યારે બીજા ૫૦ રન ૧૮ બોલમાં ફટકાર્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સે વિજય માટે આપેલા ૨૧૩ના લક્ષ્યાંક સામે યુસુફ ક્રિઝ પર આવ્યો ત્યારે રાજસ્થાન રોયલ્સે ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી અને તેનો પરાજય નિશ્ચિત જણાતો હતો. જોકે, યુસુફ પઠાણે પારસ ડોગરા સાથે ૭.૫ ઓવરમાં ૧૦૭ રનની ભાગીદારી નોંધાવી રાજસ્થાનને વિજયને આરે લાવી દીધું હતું. યુસુફ પઠાણ કમનસીબ રીતે રન આઉટ થયો ન હોત તો તે આજે રાજસ્થાનને વિજય અપાવીને જ પરત ફરવાના મૂડમાં હતો.

 રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ છેલ્લે સુધી મેચની રોમાંચકતા જાળવી રાખી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓના જીવ ઉંચા રાખ્યા હતા. પઠાણે મેદાનની ચારેબાજુ છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવીને આઈપીએલની બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી.

ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સચિન તેંડુલકરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે છ વિકેટ ગુમાવીને ૨૧૨ રન કર્યા હતા. જેમાં રાયડુએ છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૩ બોલમાં ૫૫ રન કર્યા હતા. જ્યારે તિવારીએ ૩૩ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૩ રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જયસૂર્યા અને સચિન તેંડુલકરે ઈનીંગ્સની શરૃઆત કરી હતી. પ્રથમ ૩.૩ ઓવરમાં જ આ બંનેએ ૩૮ રન ઉમેર્યા હતા. જયસૂર્યાના રૃપે મુંબઈ ઈન્ડિયન્સે તેની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સના બોલરોએ અંકુશ મેળવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ૨૦ ઓવરમાં ૨૧૨ રન બનાવવામાં સફળ રહ્યું હતું.

રાજસ્થાન રોયલ્સની શરૃઆત અતિ નિરાશાજનક રહી હતી. આક્રમક બેટ્સમેન અને આફ્રિકન કેપ્ટન સ્મિથ માત્ર ૨૬ રન કરી આઉટ થયો હતો. જ્યારે ઓપનીંગ બેટ્સમેન અસનોડકર શૂન્ય રને આઉટ થયો હતો પરંતુ શરૃઆતની ચાર વિકેટ ૬૬ રને પડી ગયા બાદ યુસુફ પઠાણ અને ડોગરાએ બાજી સંભાળી હતી. આ બંનેેએ મુંબઈ ઈન્ડિયન્સના તમામ બોલરો સામે છૂટથી બેટીંગ કરી મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી હતી.

ડોગરાએ માત્ર ૨૯ બોલમાં ૪૧ રન કર્યા હતા. પઠાણ અને ડોગરા બંને રનઆઉટ થતા રાજસ્થાન રોયલ્સની જીતવાની આશા ધૂંધળી બની હતી. છતાં છેલ્લે સુધી રાજસ્થાન રોયલ્સે રોમાંચકતા જાળવી હતી.

ટ્વેન્ટી૨૦માં યુસુફની બીજી ફાસ્ટેસ્ટ સદી

યુસુફ પઠાણે આજે ૩૭ બોલમાં આઇપીએલ અને ટ્વેન્ટી૨૦ કારકિર્દીમાં પોતાની સૌપ્રથમ સદી પૂરી કરી હતી. ટ્વેન્ટી૨૦ના ઈતિહાસમાં આ બીજી સૌથી ઝડપી સદી છે.

બેટ્સમેન

બોલ

ટીમ

વિ.

વર્ષ

સાયમન્ડ્સ

૩૪

કેન્ટ

મિડલસેક્સ

૨૦૦૪

યુસુફ પઠાણ

૩૭

રાજસ્થાન

મુંબઇ

૨૦૧૦

બોસમેન

૪૧

ઇગલ્સ

લાયન્સ

૨૦૦૫

હિથ ડેવિડ્સ

૪૧

કેપકોબ્રાસ

વોરિયર્સ

૨૦૦૯

એડમ ગિલક્રિસ્ટ

૪૨

ડેક્કન

મુંબઇ

૨૦૦૮

યુસુફ દરેક બોલર સામે

બોલર

રન

બોલ

ઝહિર

મેકલારેન

૨૦

મલિંગા

મુુર્તઝા

૨૯

૧૦

સતિષ

૨૬

જયસૂર્યા

૧૭

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com