પોલીસે ૧૦૦૦ લિ. દેશી દારુનો વોશ ઝડપ્યો

Mar 14,2010 Home > Ahmedabad > Ahmedabad District >Article
 
comment    e-mail    print    
 
Viewed 39
Rate 0
Rating
Bookmark The Article
 
 

ધોળકા ૧૩

ધોળકા પોલીસે બાતમીના આધારે રામપુર ખાત્રીપુર ગામ વચ્ચેની સીમમાં રેડ કરી દેશી દારૃ બનાવતા બે ઈસમોને ૩પ લીટરના ૧૦ કેરબા દારૃ ભરેલા તથા ૧૦૦૦ લીટર દારૃના  ભરેલા તથા ૧૦૦૦ લીટર દારૃના વોશ સાથે ઝડપી પાડયા હતા.પોલીસે ૧૧ર૧૦ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ત્યાર બાદ પોલીસે અસ્તાણા તળાવ વિસ્તારમાં રેડ કરી એક ઈસમને ૧૦ લીટર દેશી દારૃ કિ.રૃ.ર૦૦ તથા ૩પ૦૦ રોકડા રૃપિયા સાથે ઝડપી પાડયા હતા.

પોલીસને એવી બાતમી મળેલ કે ધોળકા તાલુકા ના રામપુર અને ખાત્રીપુર ગામની સીમમાં અમુક ઈસમો દેશી દારૃની ભઠ્ઠીઓ ચલાવી રહયા છે. દેશી દારૃનો વેપલો કરી રહયા છે. આથી ધોળકા ટાઉન પી.આઈ.સોલંકીના માર્ગદર્શન મુજબ સેકન્ડ પી.એસ. આઈ.સી.કે. વાણીયા રાઈટર માવજીભાઈ, રાજેન્દ્રસિંહ, એ.એસ.આઈ.  જશવંત સિંહ તથા વીપુલ પટેલ ની ટીમ બનાવી બાતમીવાળી અવાવરૃ જગ્યાએ રેડ કરી હતી.જેમાં ૩પ લીટરના ૧૦ કેરબા દેશી દારૃ ભરેલા મળી આવ્યા હતા.અને ૩ લીટર એકસ્ટ્રા દેશી દારૃ મળી.આવ્યો હતો.આમ કુલ પોલીસને ૩પ૩ લીટર જેટલો પેલીધારનો દેશી દારૃ મળી આવ્યો હતો.આજ સ્થળેથી પોલીસને ૧૦૦૦ લીટર જેટલો દેશી દારૃની ભઠ્ઠ્ી ચલાવતા કુખ્યાત બુટલેગરો દીલીપ બુધા દેવી પુજક તથા ભરત નટુભાઈ દેવી પુજક ની ધરપકડ કરી જેલ હવાલે કરી રૃપિયા ૧૧ર૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જયારે ધોળકા અસ્તાણા તળાવ નજીક પોલીસે રેડ કરી દેશી દારૃ .કિ.રૃ.ર૦૦ તથા ૩પ૦૦ રૃપિયા સાથે ઝડપી પાડયો હતો.અને તેને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com