મેચ માટે લોખંડી બંદોબસ્ત ૧૦૦૦નો કાફલો ખડકાશે

Mar 14,2010 Home > Ahmedabad > Ahmedabad City >Article
 
Tags:   ipl 2010 comment    e-mail    print    
 
Viewed 612
Rate 0
Rating
Bookmark The Article
 
 

અમદાવાદ, તા. ૧૩

અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમ ખાતે આગામી તા. ૧૫, ૨૦, ૨૬ અને ૨૮ માર્ચે આઈપીએલની ક્રિકેટ મેચો રમાવાની છે જેના અનુસંધાને શહેર પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે. ખાનગી સુરક્ષા એજન્સીઓ સહિત ૧૦૦૦ પોલીસ અધિકારી-કર્મચારીઓનો કાફલો બંદોબસ્ત અર્થે તૈનાત કરવામાં આવ્યો હોવાનું જેસીપી સતીષ શર્માએ જણાવ્યુંુ હતુંુ.

જેસીપી શર્માએ જણાવ્યું કે ક્રિકેટરો ઓછામાં ઓછા સમયમાં સ્ટેડિયમ સુધી પહોંચી શકે અને પ્રજાજનોને પણ તકલીફ ન પડે તે માટે રૃટ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોએ પોતાની બેઠક મેળવ્યા બાદ તેને બહાર જવા દેવાશે નહીં અને જો બહાર જશે તો ફરી તેને બેસવા દેવાશે નહીં તેવો નિર્ણય કરાયો છે. મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રવેશદ્વાર એક જ હોવાના કારણે બહારની સાઈડે બેરીકેડ ગોઠવી રાહદારી અને વાહનચાલકો તેમજ કારચાલકો માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ આતંકવાદીઓના રડાર પર હોવાના કારણે સ્ટેડિયમ ખાતે હેન્ડ મેટલ ડિટેકટર, ડોર ફ્રેમ મેટલ ડિટેકટર,

વોકીટોકી સેટ, નાઈટવિઝન બાઈનોકયુલર, ગેસમેન તેમજ સમગ્ર સ્ટેડિયમમાં ૬૦ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેનો એક કંટ્રોલરૃમ પણ સ્ટેડિયમમાં ઊભો કરવામાં આવ્યો છે. ઉપરાંત એ.કે.૪૭ સાથે પોલીસ કર્મીઓ વ્યૂહાત્મક સ્થળોએ ડિપ્લોય કરાશે. જ્યારે ક્રાઈમ બ્રાંચના અધિકારી-કર્મચારીઓ ખાનગી વેશમાં તૈનાત રખાશે. હોટલ ખાતે તેમજ વીઆઈપી બંદોબસ્ત પોલીસ દ્વારા અલગથી તૈનાત કરાયો છે.

કેટલો બંદોબસ્ત

પોલીસ

સ્ટેડિયમ

હોટલ

એસીપી/ડીસીપી

-

ડીવાયએસપી/એસીપી

૧૧

-

પીઆઈ

૩૦

પીએસઆઈ

૮૫

હે.કો.,પો.કો.

૫૦૦

૫૩

મહિલા પોલીસ

૪૦

 

એસઆરપી

૨ કંપની

૪ સેકશન

મહિલા એસઆરપી

૨ પ્લાટૂન

 

કમાન્ડો

૨ પ્લાટૂન

 

બીડીએસ

૨ ટીમ

૧ ટીમ

ઘોડેસવાર પોલીસ

-

 

ટ્રાફિક માટે બંદોબસ્ત

એસીપી

પી.આઈ.

પી.એસ.આઈ.

ર૦

પોલીસ કોન્સ્ટેબલ

૩૧૪

 

સિક્યોરિટી ખર્ચ કોણ ભોગવશે?

આઈપીએલ એક પ્રોફેશનલ ઈવેન્ટ છે ત્યારે આટલા વિશાળ પ્રમાણમાં સિક્યોરિટીનો ખર્ચ કોણ ભોગવશે તે અંગે જેસીપી સતીશ શર્માએ કહ્યું હતું કે, આ વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ ઈવેન્ટ બીસીસીઆઈ ઓર્ગેનાઈઝડ ટૂર્નામેન્ટ છે જેનાથી અમદાવાદને પણ આર્થિક લાભ છે. અને આ ઈવેન્ટ સાથે અમદાવાદ અને ગુજરાતની પ્રતિષ્ઠા જોડાયેલી છે. સુરક્ષા પૂરી પાડવી એ અમારી પ્રથમ ફરજ છે. આ બાબતે ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com