મોટેરામાં ૧૧૦ બારકોડ સ્કેનર્સ મૂકાશે

Mar 14,2010 Home > Ahmedabad > Ahmedabad City >Article
 
Tags:   ipl 2010 comment    e-mail    print    
 
Viewed 716
Rate 0
Rating
Bookmark The Article
 
 

અમદાવાદ,તા.૧૩

આઇપીએલના ક્રિકેટમેચના મહાકુંભનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે તા.૧૫મીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મેચ ડે નાઇટ મેચ રમાનાર છે તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ વખતે મેચ દરમિયાન નકલી ટિકિટોનું વેચાણ ન થાય અને ટિકિટ વિના દર્શક સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકે નહિ તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વારો પર ઓટોમેટિક બારકોડ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યાં છે.ટિકિટ કે આઇકાર્ડના બારકોડ મેચ થશે તો જ સ્ટેડિયમનો પ્રવેશદ્વાર ખૂલશે ત્યારબાદ જ દર્શક માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળી શકશે.

મોટેરા પર રમાનાર આઇપીએલની મેચો વખતે દર્શકોમાં ભીડભાડ ન થાય, ટિકિટોની નકલ ન થાય અને ટિકિટ વિના સ્ટેડિયમમાં પ્રવેશી શકે નહિ તે માટે આ વખતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આઇપીએલના અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, સ્ટેડિયમમાં સુરક્ષાને લઇને કલોઝ સરકિટ કમેરા સાથે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોટેરા સ્ટેડિયમમાં તા.૧૫મીએ રમાનાર વન ેડ મેચ માટે કુલ ૨૪ પ્રવેશદ્વારો થી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આઇપીએલ મેચો માટે ટિકિટોની સાથે સાથે

પત્રકારો,ઓફિશિયલ અને સ્ટાફના આઇકાર્ડને પણ બારકોડ આપવામાં આવ્યાં છે. સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વારો પર કુલ ૧૦૦ જેટલાં બારકોડ સ્કેનિંગ મશીન મુકાયાં છે. આ મશીનની વિશેષતા એ છે કે, દર્શકોએ પ્રવેશદ્વાર પર મુકવામાં આવેલાં બારકોડ સ્કેનિંગ મશીનમાં ટિકિટ નાંખવાની રહેશે જેથી ટિકિટનો બારકોડ મેચ થશે તો જ દરવાજાનો લોક ખૂલશે ત્યાર બાદ જ પોલીસ દર્શકને પ્રવેશ આપશે.આ સિસ્ટમને લીધે પોલીસ પણ રાહત અનુભવશે. આ ઉપરાંત હવે લાગવગથી વિના ટિકિટે પ્રવેશ આપવાનું શકય બનશે નહિ.

ipl-3: અમદાવાદમાં મોબાઈલ બુકીસેન્ટર્સ!

અમદાવાદ,તા.૧૩

આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં દરેક મેચ દીઠ રાજ્યમાં કરોડો રૃપિયાનો મેચનો સટ્ટો રમાઈ રહ્યો છે. જેના કારણે પોલીસે પણ લાલ આંખ કરી બુકીઓ પર ત્રાટકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બુકી જગતમાં ફફડાટ વચ્ચે મેચનો સટ્ટો  રમાઈ રહ્યો છે. કેટલાક બુકીઓએ નવા-નવા નુસખા કરીને પણ પોતાનો  બિઝનેસ તો ચાલુ જ રાખ્યો છે. આ વખતે કેટલાક બુકીઓએ "ફરતી કાર"માં સટ્ટો રમશે.

રાજ્યના હાઈવે રોડ પર મોંઘીદાટ કારમાં ત્રણ વ્યક્તિ બેસી મેચના સટ્ટાનું નેટવર્ક ચલાવશે. જેમાં કારની અંદર એક લેપટોપ હોય છે. ત્રણમાંથી એક વ્યક્તિ કાર ચલાવે છે. તે વ્યક્તિ સંપૂર્ણપણે કાર ચલાવવામાં જ તથા આજુબાજુ પોલીસ તો નથી આવતીને તેનું ધ્યાન રાખે છે. જ્યારે બીજી વ્યક્તિ ૪૦થી ૫૦ જેટલા મોબાઈલ ફોન સાથે કારમાં બેઠો હોય છે. તે વ્યક્તિ એક જ ફોન પર વાત કરે છે. જેની વાતચીત અન્ય પડેલા ફોનમાં પણ સંભળાય છે. જેથી એક જ ફોનમાં બધા પાસે ભાવ-તાલનો મેસેજ મળી જાય છે. આ ઉપરાંત દરેક ગ્રાહકના ફોન પણ રેકોર્ડ થઈ જતાં હોય છે. કારણ કે ભાવમાં ઓચિંતાની વધઘટ થાય તો ગ્રાહક જુઠ્ઠુંુ બોલે તો તાત્કાલિક ખેલી તેનો રેકોર્ડ કરેલો અવાજ ફોન પર જ ગ્રાહકને સંભળાવી દે છે. આ ઉપરાંત ત્રીજો વ્યક્તિ ફોન પર બોલનાર વ્યક્તિ જે વ્યક્તિનું નામ  કે કોડવર્ડ અને પૈસા બોલે છે. તે તાત્કાલિક લેપટોપમાં ટાઈપ કરી દે છે. આ ઉપરાંત તાત્કાલિક ભાવ પણ લેપટોપ માસ્ટર જોઈ લે છે.

આ ફરતી કારમાં બુકીના વિશ્વાસુ માણસો જ હોય છે અને કાર ફરતી હોવાથી તેનું લોકેશન પણ જલ્દી પોલીસ શોધી ના શકે તે માટે બુકીઓએ આ નવો કીમિયો પોલીસથી બચવા માટે ચાલુ કર્યો છે. બુકીઓ આ "ફરતી કાર" વિશે ખૂબ જ સિક્રેટ રાખે છે. જેની જાણ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિ તથા ખુદ બુકીને જ હોય છે. ફરતી કારમાં કામ કરતાં એક-એક વ્યક્તિ તેમાં એક્સપર્ટ હોવાને કારણે ૨૦ હજારથી ઓછો પગાર આપવામાં આવતો નથી.

... અને સુખવિન્દર, કૈલાસ ખેર જેવા રોકસ્ટારની રંગત જામશે

અમદાવાદ : અમદાવાદમાં આઇપીએલની પ્રથમ વન ડે મેચ વખતે બોલિવૂડના જાણીતા ગાયકો સંગીતની ધૂન સાથે સુરીલા ગીતો ગાઇને દર્શકોનાં મન મોહી લેશે. આઇપીએલની ચાર મેચો અમદાવાદમાં રમાઇ રહી છે ત્યારે બોલિવૂડમાં ધૂમ મચાવનાર સુખવિન્દર અને કૈલાસ ખેર જેવા રોક સ્ટારને મેચમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ વચ્ચે માણવા એ પણ દર્શકો માટે એક લહાવો બની રહશે. આ ઉપરાંત વધારામાં ચિયર્સગર્લ્સનો ધમાલભર્યો ડાન્સ તો ખરો જ. આ ઉપરાંત રિયાલિટી શોમાં ધૂમ મચાવનારાં નવોદિત ગાયકો જેવા કે,રાહુલ સકશેના, હરદીપ કૌર, સુમેધા  કપમાહે, અમિત પૌલ, અંતરા મિત્રા અને સંદીપ આચાર્ય પણ મોટેરા સ્ટેડિયમમાં ગીતોની રમઝટ બોલાવીને દર્શકોના ઉત્સાહમાં જોશ પૂરશે. ચિયર્સગર્લ્સના ડાન્સ અને સંગીતની ધમાલ વચ્ચે સુરીલા ગીતો ગાઇને રોક સ્ટાર મોટેરા સ્ટેડિયમનો જાણે એક અલગ માહોલ ઊભો કરશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com