સુરત, તા. ૧૩
સુરતમાં કોર્મિશયલ કન્સ્ટ્ર્રક્શનના નિર્માણ સાથે સંકળાયેલાં જય અંબે ગ્રૂપના ભાગીદારોને ત્યાં આઇટીના વ્યાપક દરોડા અંતર્ગત તપાસમાં રાહુલરાજ ડેવલોપરનું રૃ.૩૮ કરોડનું કાળુંુ નાણું ઝડપાયું છે. મહિના અગાઉ રૃ.૨૭ કરોડની બેનામી આવક જાહેર કરાનારા જૂથની વધુ રૃ.૩૮ કરોડની બેનામી સંપત્તિ જાહેર થતા ઉદ્યોગજગતમાં સોંપો પડી ગયો છે. આ પ્રકારે માત્ર એક મહિનાના અરસામાં રાહૂલરાજ ગૃપની કુલ રૃ. ૬૫ કરોડની બેનામી આવક જાહેર થઇ છે. દરોડા અંતર્ગત શરૃ કરવામાં આવેલી સર્ચ-સર્વેની કામગીરી ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. ગ્રૂપ સંચાલકોને ત્યાં
તપાસમાં અત્યાર સુધી રૃ.૪૫ લાખ રોકડાં અને રૃ.૯૨ લાખની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રૂપ સંચાલકોના ૧૯ બેંક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યાં છે. વિવિધ જગ્યાઓ પર તપાસ હજી પણ યથાવત રહી છે જેમાં કરોડો રૃપિયાનું કાળુ નાણું ઝડપાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસ પહેલાં સ્થાનિક આવકવેરાની ડીઆઇ વિંગના નેતૃત્વમાં ૧૩૫ અધિકારીઓની જુદી જુદી ટીમ દ્વારા શહેરમાં કોર્મિશયલ પ્રોજેક્ટના નિર્માણ સાથે સંકળાયેલાં જયઅંબે ગ્રૂપના ભાગીદારોને ત્યાં તપાસ શરૃ કરવામાં આવી હતી. મજૂરાગેટ સ્થિત આઇટીસી, રિંગરોડ સ્થિત આઇસીસી ઉપરાંત ઉધના દરવાજા, ડુમસ રોડ પર કોમર્શિયલ પ્રોજેક્ટના નિર્માણ સાથે સંકળાયેલાં જય અંબે ડેવલોપર્સના ભાગીદારો બાબુલાલ સુરાણા, સંજય સુરાણા, ટેક્સ્ટાઇલ ઉદ્યોગના મધુસૂદન ગ્રૂપના સંચાલકો-ભાગીદારો રામગોપાલ મુંદડા, શ્રીનારાયણ મુંદડા, નવનીત મુંદડા, શ્રીકાંત મુંદડા તથા ‘શ્રેયાંશ’ નામ સાથે ટેક્સ્ટાઇલ કારોબાર સાથે સંકળાયેલાં વિનોદ ડાગાને ત્યાં તપાસ શરૃ કરવામાં આવી હતી. ગુરુવાર સવારથી સુરતમાં ૩૧, મુંબઇમાં ૨ તથા રાયબરેલીમાં ૧ મળી કુલ ૩૪ જગ્યાઓ પર તપાસ શરૃ કરવામાં આવી હતી. જય અંબે ગ્રૂપના ભાગીદારોને ત્યાં મળી આવેલા દસ્તાવેજોના આધારે તપાસનો રેલો રાહુલરાજ ડેવલોપર સુધી પહોંચ્યો હતો. રાહુલરાજ ડેવલોપરના સંચાલકના મુંબઇ સ્થિત સ્થળો પર તપાસ શરૃ કરવામાં આવી હતી. અહીં આવકવેરા અધિકારીઓને જંગી દસ્તાવેજ હાથ લાગ્યા હતા. જેની સમીક્ષાનું કાર્ય સતત જારી રહ્યું હતું. જેમાં આ ગ્રૂપનું રૃ.૩૮ કરોડનું કાળું નાણું ઝડપાયું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં થોડાં સમય પહેલાં રાહુલરાજ ડેવલોપરને ત્યાં સુરત આવકવેરા વિભાગની રેન્જ-૨ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આ ગ્રૂપ સંચાલક દ્વારા આશરે રૃ.૨૭ કરોડની સંપત્તિની જાહેરાત કરવામાં આવી હતી. વિભાગીય સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય જગ્યાઓએ તપાસની કામગીરી યથાવત રહી છે. તપાસ દરમિયાન ગ્રૂપ સંચાલકોના કરોડોના વ્યવહારના વાંધાજનક દસ્તાવેજ મળ્યાં છે. ગત રોજ સુધીની તપાસમાં રૃ.૨૫ લાખ રૃપિયા રોકડા અને રૃ.૪૦ લાખની જ્વેલરી મળી હતી જેમાં વધારો થયો હતો. વિભાગીય સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ અંતર્ગત શનિવાર સુધીમાં રોકડા રૃ.૪૫ લાખ તથા રૃ.૯૨ લાખની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. બે નવા બેંક લોકર્સ સીલ કરવામાં આવતાં સીલ કરવામાં આવેલાં બેંક લોકર્સ નો આંકડો ૧૯ પર પહોંચ્યો હતો. શનિવાર રાત્રે પણ વિવિધ ઠેકાણાંઓે પર તપાસ જારી રહી હતી. દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજોેને આધારે તેમની સંપત્તિનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા આવકવેરા અધિકારીઓ દ્વારા યથાવત રહી છે.