કંપની પાસેથી ગિફ્ટ લેનાર ડોક્ટરનું રજિસ્ટ્રેશન રદ થશે

Mar 14,2010 Home > Ahmedabad > Ahmedabad City >Article
 
comment    e-mail    print    
 
Viewed 1922
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

અમદાવાદ. તા.૧૩

દર્દીઓ પાસેથી ગેરવાજબી રીતે નાણાં ખંખેરતા કે વ્યવસાયની આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા ડોક્ટરો પર અંકુશ લાદવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રેગ્યુલેશન (અમેન્ડમેન્ટ) ૨૦૦૯- પાર્ટ- ૧ હેઠળ ડોકટરો સામે શિક્ષાત્મક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે. આ સુધારના અમલથી હવે જુદી જુદી ફાર્મા કંપનીઓ પાસેથી ભેટ- સોગાદો સ્વીકારવાનું ડોક્ટરોને ભારે પડશે.

નવી જોગવાઇ મુજબ જે- તે ડોકટર કસૂરવાર નિવડે તો તેનું રજિસ્ટ્રેશન રદ થશે. ઉપરાંત, ડોક્ટરોએ કેવા પ્રકારની ગિફ્ટ સ્વીકારી છે તે આધારે શિક્ષાત્મક પગલાં ભરવા એમસીઆઇએ નિર્ણય લીધો છે. નવી જોગવાઇ મુજબ હવે ડોક્ટરો ફાર્મા કંપની પાસેથી ગિફ્ટ સ્વીકારી શકશે નહીં, કંપનીઓ યોજિત સેમિનારમાં ભાગ લઇ શકશે નહીં. ડોક્ટરોનો પરિવાર પણ ગિફ્ટનો સ્વીકાર કરી શકે નહીં. જોકે, ઘણા ડોક્ટરો બિનધાસ્તપણે ફાર્મા કંપનીઓે ગિફ્ટ્સ, ટ્રાવેલ્સ ટિકિટ્સ સ્વીકારે છે. નવો કાયદો અમલી બન્યો ત્યારથી અત્યાર સુધીમાં એમસીઆઇને ૫૦૦ ફરિયાદો મળી છે.

એમસીઆઇના સૂત્રો એ વાતનો સ્વીકાર કરે છે કે, કાયદાનો અમલ થયો પણ તેમાં શિક્ષાત્મક પગલાંની જોગવાઇ કરાઇ નથી. તેથી તેમની સામે કેવા પગલાં ભરવા તે અંગે એમસીઆઇ પણ મૂંઝવણમાં છે. જેમ કે, ડોક્ટરોએ ફાર્મા કંપનીના આમંત્રણથી સહપરિવાર ફિલ્મ જોઇ તો તેનું

રજિસ્ટ્રેશન રદ કરવું એ વધુ પડતી શિક્ષા કહેવાય. આવા ઘણાં કારણો ઉપસ્થિત થયાં છે જેથી એમસીઆઇની આજે દિલ્હીમાં મળેલી તાકીદની બેઠકમાં કેવા શિક્ષાત્મક પગલાં ભરવા તે નક્કી કરવાં પડયાં છે.

કાઉન્સિલના પ્રમુખ ડૉ. કેતન દેસાઇએ જણાવ્યું કે, કયા પ્રકારની ગિફ્ટ સ્વીકારી તેના આધારે શિક્ષાત્મક પગલાં નક્કી કરવામા આવ્યા છે. ગિફ્ટ કે ટ્રાવેલ્સ ટિકિટોના સ્વિકાર બદલ કસુરવાર ડોકટરનું ત્રણ મહિના માંડીને એક વર્ષ માટે ઇન્ડીયન મેડિકલ રજીસ્ટ્રેશન અને સ્ટેટ મેડિકલ રજીસ્ટ્રરમાંથી નામ રદ કરાશે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રેગ્યુલેશનના કાયદાની સેકશન ૬.૮ (૧) (બી) અન્વયે પગલાં ભરવામાં આવશે.

ટ્રાવેલ્સ ટિકિટ- હોટલ ફેસીલીટી

પાંચ હજાર સુધી ટ્રાવેલ્સ ટિકિટ લેવા બદલ નોટિસ અપાશે. ૫થી ૧૦ હજાર સુધી ટ્રાવેલ્સ ટિકિટ લે તો ૩ મહિના સુધી, ૧૦થી ૫૦ હજાર સુધી ટ્રાવેલ્સ ટિકિટ સ્વીકારે તો ૬ મહિના સુધી, ૫૦ હજારથી એક લાખ સુધી ટ્રાવેલ્સ ટિકિટ લે તો ૧ વર્ષ  સુધી અને એક લાખથી વધુની ટ્રાવેલ્સ ટિકિટ લેવા બદલ એકથી વધુ વર્ષ માટે રજીસ્ટ્રેશન રદ કરાશે.

કેશ અથવા ગ્રાન્ટ

પાંચ હજાર સુધી રોકડ લેવા બદલ નોટિસ આપીને ખુલાસો પુછાશે. ૫થી ૧૦ હજાર સુધી રોકડ લેવા બદલ ૩ મહિના સુધી, ૧૦થી ૫૦ હજાર સુધી રોકડલેવા બદલ ૬ મહિના સુધી, ૫૦ હજાર થી એક લાખ સુધી રોકડ લે તો૧ વર્ષ સુધી, એક લાખથી વધુની રોકડ લેવા બદલ એકથી વધુ વર્ષ માટે રજીસ્ટ્રેશન રદ કરાશે.

મેડિકલ રિસર્ચર

ડોકટર જો કોઇ ફાર્મા કંપનીમાં રિસર્ચર તરીકે કામ કરતાં હશે તો પ્રથમ વખતે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ નોટિસ આપીને ચેતવણી આપશે અને ત્યારબાદ જો આવુ કરતાં જાણ થશે તો જે તે ડોકટરનું રજીસ્ટ્રેશન રદ કરાશે.

કેવાં પ્રકારની ગિફ્ટ બદલ કેવાં પગલાં

પાંચથી ૧૦ હજાર સુધીની ગિફ્ટ બદલ ૩ માસ સુધી, ૧૦થી ૫૦ હજાર સુધીની ગિફ્ટ બદલ ૬ મહિના સુધી, ૫૦ હજારથી એક લાખ સુધી ગિફ્ટ લેવા બદલ ૧ વર્ષ સુધી અને એક લાખથી વધુની ગિફ્ટ લેવા બદલ એકથી વધુ વર્ષ માટે રજિસ્ટ્રેશન રદ થશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com