ઝાલોદ, તા.૧૫
૧૫મી માર્ચ વિશ્વ ગ્રાહક દિન અને ર્સ્વિણમ ગુજરાત કળશ રથયાત્રા સ્વાગત કાર્યક્રમનો સંયુક્ત ઉજવણી સમારોહ રણીયાર ઇનામી પ્રાથમિક શાળા પટાંગણમાં યોજાયો હતો.
ઝાલોદ તાલુકાના રણીયાર ઇનામી (રજપૂત) ની પ્રાથમિક શાળાના પટાંગણમાં ઝાલોદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ તથા ઝાલોદ તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ગ્રાહક દિન અને ર્સ્વિણમ ગુજરાત કળશ રથાયાત્રા સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. સંયુક્ત સમારોહના અધ્યક્ષ અને ઉદઘાટક તરીકે મહેશભાઇ ભુરીયા (પૂર્વ ધારાસભ્ય, પ્રમુખ દાહોદ જિલ્લા ભાજપા અને ચેરમેન એ.વી.એમ.સી. હતાં. આ પ્રસંગે એન.પી. જલૈયા (પી.ઓ. કમ ટીડીઓ તથા ઇ.ચા. નાયબ ડીડીઓ), એ. એસ. બારીયા (ના. મામલતદાર - પુરવઠા), ડી.વી. ગોહીલ (તોલમાપ નિયંત્રણ અધિ. પંચ. દાહોદ) નાનજીભાઇ ભાગોર (સરપંચ રણીયાર ઇનામ, નિ.પી. એસ.આઇ.), રમેશભાઇ પી.પંચાલ (પ્રમુખ, ઝાલોદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ) રણીયાર પંથકના અગ્રણી વેપારી અને કાર્યકર મહેન્દ્રભાઇ એલ. પટેલ ઉપરાંત આજુબાજુ ગામોના સરપંચો તાલુકા જિલ્લા પંચાયત સભ્યો, ખેડૂતો, ગ્રામીણો, આંગણવાડી વર્કર બહેનો તેડાગરે આઇ.સી.ડી.એસ. ગુણીબેન તથા વિ. ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શાળાના ભુલકાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત, કવાલી, એક પાત્રીય અભિનય વકૃત્વ સ્પર્ધા, ગરબા વિ. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રા. શાળાના બાળકોએ તોલમાપના સાધનોનો ઉપયોગ તથા ગ્રાહકોના અધિકારો અને ફરજો વિશે વકૃત્વ સ્પર્ધા રજૂ કરી હતી. જેને ઉપસ્થિત મહેમાનોએ રોકડ ઇનામો આપી પુરસ્કૃત કર્યા હતા. સંનિષ્ઠ કર્મચારી તથા વરિષ્ઠ નાગરિકોને સાલ ઓઢાડી સન્માન કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત તોલ માપ અધિકારી ગોહીલ, મહેશભાઇ ભુરીયા એન.પી. જલૈયા, રમેશભાઇ પંચાલે, ગ્રાહક સુરક્ષા દિન સંદર્ભે ગ્રાહકોના અધિકારો, હક્કો, જાગૃતિ અને તકરાર અંગે વિસ્તૃત જાણકારી આપી, સાહિત્યનું વિતરણ કર્યું હતું. સ્વર્ણીમ રથયાત્રા સંદર્ભે નાના બાળકોએ મહિલાઓએ કર્મચારીઓએ આગેવાનોએ શિક્ષકોએ પોતાની રસ રૃચિ અનુસાર ર્સ્વિણમ એક એક સંકલ્પો લીધા હતા. ખાસ કરીને આ સંકલ્પો આરોગ્ય, પર્યાવરણ અને શિક્ષણના પસંદ કર્યા હતા. ર્સ્વિણમ વર્ષમાં દરેકે વર્ષ દરમ્યાન ૧૦૦ કલાકનું યોગદાન રાજયના ર્સ્વિણમ વિકાસમાં આપવા અનુરોધ કર્યો હતો. રાજયની પ્રવર્તમાન ગ્રામિણ યોજનાઓની પણ સમજ આપી લાભ લેવા જણાવાયું હતું.
ઝાલોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તૈયાર કરેલ સીડીનું વિમોચન ચેરમેન મહેશભાઇ ભુરીયાએ કર્યું હતું અને સીડીનુંપણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સુવર્ણ અક્ષરે લખાશે. યથ ગાથા ગુજરાતની પંકિતઓ ગાઇ ભુરીયાએ ર્સ્વિણમ ગુજરાતનું સ્વપ્ન સાકાર થતું હોવાનું જણાવ્યું હતું. સંયુક્ત કાર્યક્રમનું સંચાલન પ્રા. શાળાના આચાર્ય જશવંતસિંહ લબાના અને સ્ટાફે કર્યું હતું. કાર્યક્રમની ઉદઘોષણા સુંદરલાલકે. લબાના (મંત્રી ઝા. તા. ગ્રા. સુ. મંડળ) કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ અલ્પાહાર લીધો હતો.