ઊંઝા, તા.૧૫
ઊંઝા માર્કેટ માર્કેટ યાર્ડમાં આવેલી શાહ બાબુલાલ કેશવલાલની વેપારી પેઢીના કર્મચારી પર આજે ભરબપોરે છરી વડે હુમલો કરીને બે લૂંટારુંઓ રૃ.૧૫ લાખની રોકડની લૂંટ કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. જોકે સંજોગોમાં લૂંટની ઘટના બની છે તે જોતો પોલીસે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસનો દોર શરૃ કર્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાં શાહ બાબુલાલ કેશવલાલની પેઢી આવેલી છે. ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ઠાકોર રણજિતસિંહ બાબુજી આજે બપોરના ત્રણ વાગ્યાના સુમારે માર્કેટ યાર્ડમાં જ આવેલી ઊંઝા નાગરિક સહકારી બેંકમાં પેઢીના હિસાબના નાણાં લેવા માટે ગયા હતા. જે રકમ પુરા રૃ.૧૫ લાખની હતી. રૃ. ૧૫ લાખની રોકડ ઊંઝા માર્કેટ યાર્ડમાં જ આવેલી એક પેઢીમાં આપવાના હતા. રણજિતસિંહ રોકડ લઇને ૂબેંકની બહાર આવ્યા અને ખંભા પર રોકડ ભરેલું પેકેટ ભરાવીને બાઇક નીકળ્યા ત્યારે તેમની પાછળ બાઇક પર આવેલા બે યુવકોએ તેમનો પીછો કર્યો હતો અને તેમના પર છરી વડે હુમલો કરીને રોકડ ભરેલી બેગ લઇને વિસનગર રોડ તરફ ફરાર થઇ ગયા હતા. આ અંગે રણજિતસિંહે તાત્કાલિક તેમની પેઢીના માલિકને જાણ કરી હતી. જેથી તાત્કાલિક પોલીસ કં્ટ્રોલ રૃમમાં જાણ કરવામાં આવતા ઊંઝા અને મહેસાણા પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો અને વિસનગર રોડ પર લૂંટારુઓેને ઝડપી લેવા પેટ્રોલિંગ શરૃ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસને કાળા રંગના બાઇક પર ફરાર થઇ ગયેલા કોઇ લૂંટારુંઓ અંગે ભાળ મળી ન હતી. છેેવટે મોડી સાંજે ઊંંઝા પોલીસે રણજિતસિંહની ફરિયાદને આધારે લૂંટનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, જે રીતે લૂંટની આખી ઘટના પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તે જોતાં પોલીસને પણ શંકા છે કે ખરેખર કોઇ ઘટના બની છે કે નહીં ?