વલસાડ તા.૧૫
વલસાડ પુરવઠા તંત્ર દ્વારા ગત તા.૬-૧૦-૦૯ ના રોજ અટગામથી રૃા.૩૯,૪૮૦/- નો ગેરકાયદેસર રીતે સગેવગે કરાઇ રહેલ સરકારી અનાજનો જથ્થો ભરેલ ટેમ્પોને ઝડપી પાડવાના પ્રકરણમાં પત્રકારનો કાર્ડ લઇને ફરતા વલસાડના નામચીન વેપારી સહિત કુલ છ ઇસમો વિરૃધ્ધ વલસાડ રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.
જિલ્લા પુરવઠા અધિકારી શૈલેષ શાહ અને તેમની ટીમે ગત તા.૬-૧૦-૦૯ ના રોજ ટેમ્પો નં.જી.જે.૧૫ એક્ષ-૪૬૫૬ માં સરકારી રાહત દરના ઘઉં ૫૦ કિલોના નેવું કટ્ટાં તથા અંત્યોદય યોજના હેઠળના ૨૧૦ બેગનો રૃા.૩૯,૪૮૦/- નો લોટ વલસાડ તાલુકાના અટગામ ખાતેથી ઝડપી પાડયો હતો. ટેમ્પોમાલિક શૈલેષ મોહન પટેલ, રહે- અટગામ સોસા. ફળિયાની તપાસ દરમ્યાન તેણે આ જથ્થો દિનેશ ઉર્ફે ડુંગરશી ભાનુશાલી, રહે- છીપવાડ, વલસાડના કહેવાથી વલસાડના છીપવાડ સ્થિત સરકારી ગોડાઉનમાંથી ભરાવી ગુંદલાવ સ્થિત સ્વસ્તિક આટા મીલમાં લઇ જવા ડુંગરશી સાથે રૃા.૭૦૦/- ટેમ્પોભાડું મંજુર થયંું હોવાનંુ પણ કબુલ્યું હતું. જો કે, મોડું થઇ જતાં બીજે દિવસે સવારે માલ પહોંચાડીશ તેવા આશય સાથે ટેમ્પો ગુંદલાવને બદલે અટગામ તેના રહેઠાણે લઇ ગયો હોવાની કેફિયત વર્ણવી હતી.
બીજે દિવસે તે અટગામથી ગુંદલાવ જવા નિકળ્યો હતો તે દરમ્યાન પુરવઠા વિભાગે તેને રસ્તામાં જ ઝડપી પાડયો હતો. પુરવઠા વિભાગે ગુંદલાવની સ્વસ્તિક ફુડ પ્રોડકટસ આટા મીલના માલિક ગૌતમલાલ ફતેહલાલ શાહ તેમજ પોતાને પત્રકાર તરીકે ઓળખાવી કાર પર મોટા અક્ષરે ‘ઁિીજજ’ લખાવી ફરતા વલસાડના નામચીન વેપારી દિનેશ ઉર્ફે ડુંગરસી ભાનુશાલીની પુછપરછ કરતાં તેમણે ધંધામાં બદનામ કરવાના બદઇરાદાથી નામ ખોટી રીતે લીધું હોવાનું જણાવી પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
દરમિયાન તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, તા.૬-૧૦-૦૯ ના રોજ પુરવઠા નિગમના છીપવાડ સ્થિત ગોડાઉનમાંથી શૈલેષ પટેેલના ટેમ્પોમાં ભદેલી જગાલાલા ગામના વાજબી ભાવની દુકાનના સંચાલક ધનસુખ પટેલ તથા હિંગરાજ સહકારી ગ્રાહક ભંડાર સંચાલિત વાજબી ભાવની દુકાનનો અનાજનો જથ્થો ગોડાઉનના મેનેજર ઇશ્વરભાઇ દેસાઇએ ભરી આપ્યો હતો. બંન્ને વાજબી ભાવના દુકાનદારોએ એ જથ્થો તેમની દુકાને ઉતાર્યો હોવાનું પુરવઠા તંત્રને જણાવ્યું હતું. પરંતુ શૈલેષ પટેેલના ટેમ્પોમાંથી એ જ બેચ નંબરના સરકારી રાહત દરના ઘઉં તથા અંત્યોદય યોજનાનો લોટનો જથ્થો મળી આવતાં, એ તમામ ઇસમો એકબીજાના મેળાપીપણામાં સરકારી રાહત દરનું અનાજ સગેવગે કરતાં હોવાનું ફલીત થતાં પુરવઠા નાયબ મામલતદાર વી.બી.પરમારે (૧) ટેમ્પોમાલિક શૈલેષ મોહન પટેલ, રહે- અટગામ (૨) દિનેશ ઉર્ફે ડુંગરશી ભાનુશાલી, રહે- છીપવાડ, વલસાડ (૩) ગૌતમ ફતેહલાલ શાહ, સ્વસ્તિક ફૂડ પ્રોડકશન આંટા લીમ, રહે- ગોલવાડ, વલસાડ (૩) ભદેલી જગાલાલા વાજબી ભાવની દુકાનના સંચાલક ધનસુખ જીવણજી પટેલ (૫) હિંગરાજ સહ. ગ્રાહક ભંડાર લી. સંચાલિત વાજબી ભાવની દુકાનના સંચાલક અમૃત હરજી ટંડેલ અને (૬) ટેમ્પો ડ્રાયવર ગુલાબ કલાણ રાઠોડ સામે તપાસમાં ખોટા નિવેદનો આપી આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ વલસાડ રૃરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે તમામ છ ઇસમો વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં, વલસાડ પંથકમાં સનસનાટી મચી ગઇ છે.