ગડકરીની ‘એ’ ટીમ જાહેર : રાજે, સિદ્ધુ, વરુણ ગાંધી ઈન

Mar 16,2010 Home > National >Article
 
Tags:   bjp nitin gadkari vasundhara raje varun gandhi comment    e-mail    print    
 
Viewed 6809
Rate 3.0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી, તા.૧૬

ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ આજે પક્ષની નવી હોદ્દેદારોની ટીમની જાહેરાત કરી હતી. આની સાથે જ છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા લાંબા સસ્પેન્સનો અંત આવ્યો હતો. આરએસએસની પસંદ મનાતા ગડકરીની ટીમમાં આ બાબત સ્પષ્ટ દેખાઇ આવે છે. આરએસએસની નજીકના કેટલાક ચહોરાઓનો પણ સમાવેશ કર્યો છે.

ભાજપને આગામી દિવસોમાં વધુ મજબૂતી પ્રદાન કરવાના ઈરાદાથી યુવા ચહેરાઓને પણ પૂરતા પ્રમાણમાં તક આપવામાં આવી છે. ધારણા મુજબ જ ગડકરીની નવી ટીમમાં યુવા અને અનુભવનો મિશ્રણ રાખવામાં આવ્યો છે. ભાજપની નવી એ ટીમમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૦ જનરલ સેક્રેટરી અને ૧૫ સેક્રેટરી રહેશે. નવા ઉપપ્રમુખોની યાદીમાં શાંતાકુમાર, કલરાજ મિશ્રા, વિનય કટિયાર, ભગતસિંહ કોશિયારી, મુખ્તાર અબ્બાસ નકવી, કરુણા શુકલા, નઝમા હેપ્તુલ્લા, હેમા માલિની, બીજોય ચક્રવર્તી, પુરુષોત્તમ રૃપાલા, કિરણ ઘાઈ જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓના નામનો સમાવેશ થાય છે. નવા જનરલ સેક્રેટરીમાં રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર, રામલાલ, અનંતકુમાર, થાવરચંદ ગેહલોત, જગત પ્રસાદ નંદા, અર્જુન મુંડા, વિજય ગોયલ અને વસુંધરારાજે સિંધિયાનો સમાવેશ થાય છે. અનંતકુમાર સંસદીય બોર્ડના સેક્રેટરીનો હોદ્દો સંભાળશે. સંસદીય બોર્ડ સંસ્થાની સૌથી સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.

  • ભાજપની નવી ટીમમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૦ જનરલ સેક્રેટરી અને ૧૫ સેક્રેટરીઃ નવી નિમણૂકોમાં અરુણ શૌરી, યશવંતસિંહા નથી, પુરુષોત્તમ રૃપાલાને સ્થાન મળ્યું

સેક્રેટરીના હોદ્દાઓમાં નવા પ્રાણ ફૂંકવા યુવાનોને પણ તક આપવામાં આવી છે. નવા સેક્રેટરીમાં વરુણ ગાંધી, સંતોષ ગંગવાર, સ્મૃતિ ઈરાની, સરોજ પાંડે, કિરણ મહેશ્વરી, તપીરગાવ, નવજોત સિદ્ધુ, અશોક પ્રધાન, મુરલીધર રાવ, કિરીટ સોમૈયા, લક્ષ્મણ, કેપ્ટન અભિમન્યુ, આરતી મહેરા, ભૂપેન્દ્ર યાદવ અને વની ત્રિપાઠીનો સમાવેશ થાય છે. વી.સતીષ અને સોદનસિંહની પક્ષના સંયુક્ત મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પક્ષે વધુ પ્રવક્તાની નિમણૂક કરવાનો પણ ફેંસલો કર્યો છે. શાહ નવાઝ હુસૈન, પ્રકાશ જાવડેકર, તરુણ વિજય, નિર્મલા સીતારામ, રાજીવ પ્રતાપ રૃડી અને રામનાથ કોવિલ મીડિયામાં પક્ષના નવા ચહેરા રહેશે.

પક્ષના પીયૂષ ગોયલની ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ યાદીને લઈને કોઈ વધારે આશ્ચર્ય થયું નથી. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમાવેશને ચોક્કસપણે કેટલાક લોકો આશ્ચર્યચકિત બનાવ તરીકે ગણે છે. વરુણ ગાંધીની સેક્રેટરી તરીકેની પસંદગી પણ યુવાનોને આર્કિષત કરવાની એક પહેલ છે. પક્ષના કેટલાક કાર્યકરોએ વરુણને આ હોદ્દો આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે વરુણ ગાંધીને ટેકો આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 કોંગ્રેસના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીનો સામનો કરવા વરુણ ગાંધીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નવી નિમણૂકોની યાદીમાંથી ભાજપના વરિષ્ઠ નેતા અરુણ શૌરી અને યશવંતસિંહાના નામ ગાયબ છે. બલબીર પુંજ અને પ્રભાત ઝા જેવા શક્તિશાળી નેતાઓ પણ આ વખતે સ્થાન મેળવી શક્યા નથી. જોકે ગડકરીએ પક્ષમાં ૩૩ ટકા મહિલા અનામતા નિર્ણયની ખાતરી કરવાની બાબતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે.

ભાજપની નવી ટીમના ૪૦ હોદ્દેદારોમાં ૧૩ મહિલાઓ છે. નવી ટીમ અંગે ટિપ્પણી કરતા ભાજપના પ્રવક્તા રવિશંકરે કહ્યું હતું કે યાદીમાં અંદામાનથી જમ્મુ-કાશ્મીર અને ગુજરાતથી આસામ સુધીના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ યાદી બિલકુલ સંતુલિત છે. તેમાં મહિલાઓ, દલિતો, આદિવાસીઓને સામેલ કરાયા છે.

નવા ઉપપ્રમુખો

 (૧)શાંતા કુમાર

 (૨)કલરાજ મિશ્ર

(૩)  વિનય કટિયાર

(૪) ભગત સિંહ કોશિયારી

(૫) મુખ્તાર અબ્બાસ નકવી

(૬) કરુણા શુક્લા

(૭) નજમા હેપતુલ્લાહ

(૮)હેમા માલિની

(૯)બિજોય ચક્રવર્તી

(૧૦)પુરુષોત્તમ રૃપાલા

(૧૧) કિરણ ઘઇ

નવા જનરલ સેક્રેટરી

(૧) અનંત કુમાર

(૨) થાવરચંદ ગેહલોત

(૩) વસુંધરા રાજે

(૪)વિજય ગોયલ

(૫) અર્જુન મુંડા

(૬) રવિશંકર પ્રસાદ

(૭) ધર્મેન્દ્ર પ્રધાન

(૮)નરેન્દ્ર સિંહ તોમર

(૯)જગત પ્રસાદ નડ્ડા

(૧૦)રામ લાલ (ઓર્ગેનાઇઝેશન)

(૧૧) વી. સતીશ

(૧૨) સૌદાન સિંહ

નવા સેક્રેટરી

(૧) વરુણ ગાંધી

(૨) સંતોષ ગંગવાર

(૩) સ્મૃતિ ઈરાની

(૪) સરોજ પાંડે

(૫) કિરણ મહેશ્વરી

(૬) તપીર ગાવ

(૭) નવજોત સિદ્ધુ

(૮) અશોક પ્રધાન

(૯) મુરલીધર રાવ

(૧૦) કિરીટ સોમૈયા

(૧૧) લક્ષ્મણ

(૧૨) કેપ્ટન અભિમન્યુ

(૧૩) આરતી મહેરા

(૧૪) ભૂપેન્દ્ર યાદવ

(૧૫) વની ત્રિપાઠી

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com