નડીઆદમાં સીટી બસની સેવાથી સ્થાનિકોને અગવડો

Jun 11,2010 Home > Ahmedabad > Kheda-Anand >Article
 
comment    e-mail    print    
 
Viewed 191
Rate 0
Rating
Bookmark The Article
 
 

નડીઆદ તા.૧૧

નડીઆદ નગર પાલિકા દ્વારા પ્રજાજનોના હિતાર્થે તાજેતરમાં નડીઆદ શહેરમાં સીટીબસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સસ્તાદરે શહેર તથા આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરતા મુસાફરોમાં પાલિકાના આ પગલાને કારણે આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. જો કે હવે સીટીબસ સેવાના ચાલકો દ્વારા કરવામાં આવી રહેલા મનસ્વી વર્તનને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. શહેરના અમુક જાગૃત્ત નાગરીકો દ્વારા આ મામલે આજરોજ મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ અંગેની રજુઆત કરવામાં આવી હતી.

નડીઆદ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા તાજેતરમાંજ શરૃ કરાયેલ સીટીબસ સેવાના સંચાલકો દ્વારા શહેરમાં હાર્દસમા અને સતત ટ્રાફિકથી ધમધમતા રેલવે સ્ટેશન જેવા અત્યંત ભરચક વિસ્તારમાં મનસ્વી પણે સીટી બસોને ઉભી રાખી ટ્રાફીકમાં અવરોધ ઉભા કરે છે.છેલ્લા ઘણા દિવસોથી નડીઆદ રેલેવ સ્ટેશનથી શરૃ થતી સીટીબસને કારણે આ વિસ્તારમાં સતત ટ્રાફીક જામની સમસ્યા જોવા મળે છે.

ટ્રાફિક પોલીસની હાજરીમાં પણ રીક્ષાચાલકો અને સીટીબસના ચાલકો મનફાવે તેમ મનસ્વી રીતે ટ્રાફિકથી ધમધમતા માર્ગો ઉપર પુરઝડપે  રીક્ષાકે બસ હંકારી અકસ્માતો સર્જતા હોય છે.  ટ્રાફક પોલીસ કર્મીઓ થોડીથોડીવારે રોડની સાઇડે ઉભા રહી પીસોટીઓ વગાડી ટ્રાફિક નીયમન કરતા હોવાનો ડોર કરતા જોવા મળે છે તેમના નાક નીચે ગેરકાયદેસરીતે ઉભી રહેતી રિક્ષાઓ અને તેમા કાયદાની ઐસી કી તૈસી કરીને બકરાની જેમ ભરાતા મુસાફરો પણ તેમની નજરે ચઢતા નથી. ત્યારે નડીઆદના અમુક જાગૃત નાગરીકો દ્વારા નડીઆદમાં

સીટી બસને કારણે સ્થાનિકોને ભોગવવી પડેલી રહેલી હાલાકીના મામલે આજરોજ મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં, ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટીસને, નડીઆદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજને, ખેડા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને ,ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને, નડીઆદ નગર પાલિકાના ચીફ ઓફીસરને નડીઆદ શહેર મામલતદારને, નડીઆદ પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારીને તથા નડીઆદ શહેર પોલીસ મથકના પી.આઇ.ને આ અંગે લેખીત રજુઆત કરવામાં આવી હતી.

 સીટીબસ સેવાના ચાલકોના મનસ્વી વર્તન સામે વિરોધ ઉઠાવનાર નાગરીકોના જણાવ્યાનુસાર શહેરમાં આમપણ ટ્રાફીકની ગંભીર સમસ્યા પ્રવર્તતી રહી છે તેમાંય સીટીબસ સેવાના સંચાલકો દ્વારા ટ્રાફીકમાં ગંભીર અવરોધો ઉભા કરી અકસ્માત સર્જાય તે રીતે શહેરના અત્યંત ભરચક વિસ્તારોમાં પુર ઝડપે બસ ચલાવી પ્રજાજનોના જીવને જોખમ ઉભુ કરવામાં આવી રહ્યું છે. સીટીબસના સંચાલકો દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમની પણ ઐસીકી તૈસી કરવામાં આવી રહી છે. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલ હુકમો અને આદેશ અનુસાર તા. ૧-૬-૨૦૦૫ થી જાહેર માર્ગો ઉપર ખાસ કરીને રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ, ટ્રાફિક સર્કલ, અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો ઉપર કોઇપણ પ્રકારનું સ્થાયી  કે અસ્થાયી દબાણ ન થાય તે જોવા માટેની જવાબદારી સુનિશ્ચિત રીતે સ્થાનીક સત્તામંડળના સબંધીત અધિકારી અને હુકુમત હેઠળના પોલીસ ઇન્સ્પેક્ટરની નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જવાબદાર ઠેરવી છે ત્યારે નડીઆદ શહેરમાં મુખ્ય પોલીસ મથકની સામે જ ગેરકાયદેસર રીતે પ્રજાજનોને અગવડરૃપ પાર્કીંગ કરી બસ સેવાના સંચાલકો દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશનં શરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

બસ સંચાલકો દ્વારા આ સેવા વ્યવસાયિક ધોરણે પુરી પાડવામાં આવી રહી છે. નીયમાનુસાર તેઓએ  બસસેવાનો નિર્ધારીત સમય પૂર્ણ થયા બાદ બસોના કાફલાને ચોક્કસ નિર્ધારીત સ્થળે ડેપો કે પાર્કીંગના સ્થળે મુકવાની હોય છે. પરંતુ સીટીબસ સંચાલકો દ્વારા તેમની બસને નડીઆદ સબજેલ અથવા નડીઆદ રેલવે સ્ટેશનના મુખ્ય દ્વાર પાસેજ ઉભી રાખી ટ્રાફિકમાં અવરોધ ઉભા કરવામાં આવે છે.

આ મુદ્દે વિરોધ કરનાર નાગરિકો દ્વારા  નડીઆદ નગર પાલિકા પાસેથી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (આર.ટી.આઇ.) હેઠળ સીટીબસની વિવિધ સચોટ માહિતીઓ માંગવામાં આવી છે. જેમાં વિટકોસ કંપનીના એગ્રીમેન્ટ ફાઇલની તમામ પત્રોની નકલો, નડીઆદ નગર પાલિકાના હદ-વિસ્તાર ચોક્કસ માપ સાથે, નડીઆદ નગર પાલિકા દ્વારા વિટકોસ કંપનીને સીટીબસ ચલાવવા માટે નગર પાલિકાની મિલ્કત સબજેલનો ઓફિસ તરીકે ઉપયોગ કરવા માટે જનરલ બોર્ડમાં કરેલ ઠરાવની નકલ, સદર ઓફિસ ભાડે આપવા માટેનો નક્કી કરેલ દર, સબજેલની જગ્યાનો ભાડા કરારની જો મંજુરી આપી હોય તો નકલો, વિટકોસ કંપની બસ ચલાવવા માટે કોમર્શીયલ બેઝ કે સેવાકીય હેતુ છે તેની માહિતી, આ કંપનીએ તેની બસો ઉભી રાખવા માટે કઇ જગ્યાએ ડેપો બનાવ્યો છે તે સ્થળનું નામ-સરનામું તથા તેનો ભાડાદર, નડીઆદ નગર પાલિકાના ૨૦૦૧ થી ૨૦૧૦ સુધી નગર પાલિકામાં ભરતી થયેલ તમામ કર્મચારીઓના તમામ વિભાગો સહિતના નામ - હોદ્દા તથા તેમની શૈક્ષણીક લાયકાતો અને સદર જગ્યા પર ભરતી કરવા માટેના જરૃરી સંબંધીત સરકાર કક્ષાએ તથા નિયામક કક્ષાના મંજુરી પત્રોની નકલ, ભરતી પ્રક્રીયામાં પસંદગી સમિતિમાં બેઠેલ વ્યક્તિના નામ તથા તેમણે લીધેલ ઇન્ટરવ્યુ બાબતની નિર્ણયોની નકલ, ભરતી પ્રક્રિયાઓ માટેના જનરલ બોર્ડના ઠરાવોની નકલ, નામદાર ગુજ.હાઇકોર્ટ દ્વારા અપાયેલ આદેશ અનુસાર જાહેર માર્ગો ઉપર ખાસ કરીને ટ્રાફિક સર્કલ અને ગીચવસ્તી ધરાવતા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ, અને જાહેર રાજમાર્ગો ઉપર થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નિશ્ચિત જવાબદારી સ્થાનિક સત્તા મંડળના સબંધીત અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર કે જેની હુકુમતમાં આવા દબાણો કરવામાં આવ્યા હોય તો તેને દુર કરવા માટે તેઓને જવાબદાર ઠેરવવા. આ બન્ને સબંધીત અધિકારીઓ સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધરી રસ્તા પરના ગેરકાયદેસરના દબાણો વહેલામાં વહેલી તકે દૂર થાય તે માટે ત્વરીત પગલા લેવા તેવો આદેસ ગુજ.હાઇકોર્ટના તા. ૧ જૂન ૨૦૦૫ના આપવામાં આવ્યો છે. ત્યારે નડીઆદ નગર પાલિકા દ્વારા શરૃ કરાયેલ સીટીબસ સેવાના સંચાલકો દ્વારા આ આદેશનો ભંગ થતો હોય તો તેમના માટે કોને જવાબદાર ઠેરવી શકાય તેની માહિતી અને જાહેર રસ્તાઓ ઉપરના ગેરકાયદેસર અને વાહન ચાલકો માટે રસ્તો ઉપલબ્ધ ન બને તેવા પ્રકારની અડચણો ઉભી કરવા માટે આ સંચાલકો ઉપર કયા પગલા ભરી શકાય તેની માહિતી, નામદાર હાઇકોર્ટના આ હુકમની અવગણનાને કોર્ટનો અનાદર ઠેરવી શકાય તો આ અનાદરની કામગીરી માટે પગલા લેવા નડીઆદ નગર પાલિકાના કયા અધિકારીઓની જવાબદારી શું નિશ્ચિત કરવામાં આવી છે. તે અધિકારી અને કર્મચારીઓના નામ અને હોદ્દાની વિગતો પણ નાગરિકો દ્વારા માંગવામાં આવી છે. પાલિકાને સીટીબસના મનસ્વી વર્તન સામે  વિરોધ કરી રહેલા નાગરિકો દ્વારા આડેહાથો લેવામાં આવી છે ત્યારે પાલિકા દ્વારા આ મામલે આર.ટી.આઇ તહેત શું જવાબો આપવામાં આવે છે તે જોવું રહયું.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com