મોન્સૂનનો અલગ મિજાજ છલકાશે ધોતી સલવારને સંગ

Jul 26,2010 Home > Supplements > Nari >Article
 
comment    e-mail    print    
 
Viewed 1425
Rate 0
Rating
Bookmark The Article
 
 

ટ્રેન્ડ - ભાવના ચોકસી

હેરમ, કેપ્રી, ટ્રાઉઝર, ચોમાસામાં ની લેન્ગ્થ વેર જેટલા વહાલા કોઈ પહેરવેશ લાગતા નથી, પરંતુ ફેશન સ્ટ્રીટમાં ક્યાં કોઈ ફેશન વધારે દિવસ ટકે છે. ચોમાસું આવે એટલે આપણે આઉટફીટ્સની બાબતમાં એકદમ કોન્શિયસ થઈ જઈએ છીએ. જોકે હવે એ દિવસો ગયા કે ચોમાસું આવે એટલે જે જૂનાં કપડાં હોય તે જ પહેરવાં. અરે ભાઇ, ફેશન ડિઝાઇનર્સ નિતનવી ડિઝાઇન કોના માટે  બનાવે છે? અને તે ના બનાવે તો આપણને જૂનાનું નવું ને એકસ્ટ્રા ઓર્ડિનરી બનાવતા ક્યાં નથી આવડતું?!

ચોમાસામાં કેપ્રી, સિક્સ પોક્ટ્સ કે શોર્ટસ પહેરીને કંટાળ્યા છો તો તમારા ટ્રાઉઝરના ઓપ્શનમાં હવે નવી એક ચીજ ઉમેરાઈ  છે તે છે ધોતી સલવાર  અથવા તો તમે એને ધોતી પેન્ટ્સ પણ કહી શકો. હવે તમને એમ થશે કે ધોતી તો વળી પુરુષોનો અને તે પણ ગામડાંના પુરુષોનો પોશાક કહેવાય તે ક્યાં આપણાથી પહેરાવાનો. અરે હવે એવું બિલકુલ નથી.

ધોતી એ સલવારનો એક પ્રકાર છે ્ને એ ચોમાસામાં તો ખૂબ જ કમ્ફર્ટેબલ છે. જેમાં પહોળી પ્લિટ્સ પગના ઉપરના પોર્શનથી ઘૂંટી સુધી આવતા સાંકડી થતી જાય છે.  જે જગ્યાએ મટીરિયલ ભેગું થઈને પ્લિટ્સ બને છે એ ડિઝાઇન ધોતી જેવી બને છે.  આ ધોતીના લેટેસ્ટ વર્ઝનમાં પ્લિટ્સનું પ્રમાણ વધારે હોવાથી  ધોતી ફેશનેબલ લૂકની સાથેસાથે કમ્ફર્ટ આઉટફીટ બની છે.  વાસ્તવમાં જે ધોતી હતી તેની લંબાઇ ઘૂંટણ સુધીની હતી. જે પહેલાંના જમાનામાં આપણા દાદા કે નાના પહેરતા હતા,પરંતુ ધોતી સલવાર અને ધોતી પેન્ટમાં હાલમાં તો ફુલ લેન્ગ્થમાં મળે છે. તે સિવાય તેમાં થ્રી કે ફોર્થના ઓપ્શન પણ છે. ડિઝાઇનનાં વિવિધ ઓપ્શન માટે અને વેરિયેશન માટે આગળ અને પાછળની સાઇડ લેસ, ઝિપર, બટન્સ, કોઈન્સ મૂકવામાં આવે છે અથવા તો એમ્બ્રોઈડરીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

ધોતી પેન્ટ અને સલવાર મોટા ભાગે એવા હોય છે કે જે ફ્લો થઈ શકે, એટલે ધોતી સલવાર બનાવવા માટે મલમલ, સિલ્ક, જ્યોર્જેટ કે પછી કોટન મટીરિયલનો ઉપયોગ થાય છે. જ્યારે ડિઝાઇનમાં પ્લેઇન કલર્સથી માંડીને કોઈ પણ ફ્લોરલ પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ચોમાસામાં ફ્લોરલ તથા રેડિયમ કલર્સ વધારે યોગ્ય રહેશે. બાટિક તથા બ્લોક પ્રિન્ટ પણ સારો ઉઠાવ આપે છે. સિલ્કની પ્લેઇન ધોતીને સરસ મજાના ટોપ સાથે પહેરીને લુકમાં એક અલગ જ ચેઇન્જ લાવી શકાય છે.

આ ધોતી સલવાર પહેરવાને કારણે એકદમ કમ્ફર્ટ અને ટ્રેન્ડી લૂક મળે છે. ધોતી એ ભારતીય પોશાક છે ખાસ કરીને ખેડૂતો તે પહેરતા.  જેના કારણે ખેતરમાં પાણી વાળવામાં કે અન્ય કામમાં મુશ્કેલી ન પડે.

ધોતી સલવાર માટે સ્ટાઇલિંગ ટિપ્સ

*           આ ધોતી પેન્ટ ફ્ક્ત સ્ટાઇલ માટે ન પહેરતા કમ્ફર્ટ લાગે તો જ પહેરો.

*           ટાઇટ ફિટિંગવાળી ધોતી સ્પેગેટી ટોપ કે સ્લીવલેસ ટોપ સાથે વધારે ઉઠાવ આપશે.

*           ધોતી સલવારમાં ફેબ્રિક મહત્ત્વનો ભાગ ભજવે છે, મલમલ, કોટન તથા સિલ્કના કાપડની ધોતી સલવાર ખૂબ સરસ લાગશે.

*           કેઝ્યુઅલ લૂક માટે ધોતી પેન્ટ્સ સાથે કોલ્હાપુરી ચંપલ કે પછી કોઈ પણ પ્રકારના ફ્લેટ્સ પહેરી શકાય.

*           પાર્ટીવેર તરીકે ધોતી સલવાર પહેરવી હોય તો હાઇ હિલ સ્ટિલેટોઝ સારા લાગશે.

*           કોલેજ ગોઇંગ ગર્લ એક સ્લિંગ સ્ટાઇલ વન સાઇડ બેગ લટકાવી દે તો ધોતી સલવાર પર મસ્ત લૂક લાગશે.

*           ફન્કી લૂક માટે એકદમ લૂઝ ટી શર્ટ પરફેક્ટ કોમ્બિનેશન છે.

*           ધોતી સલવાર અને હેરમ બંને જુદા આઉટફીટ્સ છે

*           ધોતી સલવાર કે પેન્ટ એકસરખાં નથી. બંનેમાં પ્લિટ્સ હોવાને કારણે તે સરખાં લાગે છે

*           ધોતી સલવાર ફક્ત ઉપરના ભાગે એટલે કે સાઇઝના ભાગે લુઝ હોય છે જ્યારે હેરમ ઉપરથી નીચે સરખું હોય છે.

*           પ્લિટ્સ એક જ જગ્યાએ જમા થાય તેવી ડિઝાઇન ધોતીમાં હોય છે. જ્યારે હેરમમાં ફક્ત હેમ લાઇન પાસે જ પ્લિટ્સ ભેગી થતી હોય છે.

*           એન્કલ લેન્ગ્થ ધોતીમાં એન્કલ એટલે કે ઘૂંટી પાસેનો ભાગ સાંકડો હોય છે જયારે હેરમ ની લેન્ગ્થ હોય કે એન્કલ સુધીનું તે પહોળું જ હોય છે. 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com