ચાંદી રૂ. ૨૮,૫૦૦ની સપાટીએ, સોનું સ્થિર

Jul 29,2010 Home > Business > Business News >Article
 
Tags:   gold silver comment    e-mail    print    
 
Viewed 363
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

અમદાવાદ, તા.૨૯

દેશ તેમ જ વિદેશના બુલિયન માર્કેટમાં માંગમાં નોંધપાત્ર ઘટાડાને પગલે ઊંચા મથાળેથી કિંમતી ધાતુમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક માંગમાં ઘટાડાથી અમદાવાદ ચાંદી રૂ. ૫૦ ઘટીને ૨૮,૫૦૦ની નીચી સપાટીએ બંધ રહી હતી. સળંગ ત્રણ દિવસે ચાંદીના ભાવમાં રૂ. ૬૫૦નું ગાબડું પડયું હતું. જ્યારે સોનું અઢી માસની નીચી સપાટીએ ગયા બાદ સ્થિરતા રહેતા સોનું (૯૯.૯) ૧૮,૦૫૦ અને સોનું (૯૯.૫) ૧૭૯૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયું હતું.

વૈશ્વિક બજારોમાં અમેરિકામાં સોનું ૧૨૦૦ ડોલરની મનોવૈજ્ઞાનિક સપાટીથી નીચે બુધવારે ૧,૧૬૨ ડોલર થયું હતું જ્યારે આજે ન્યુયોર્ક સોનું ૩ ડોલર વધીને રૂ. ૧,૧૬૫ ડોલર પ્રતિ ઔંસ બોલાયું હતું. ઉપરમાં ૧,૧૬૭ ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી હતી. આગામી તહેવારો અને લગ્નગાળાની સિઝનને ધ્યાનમાં લેતાં રિટેલ ઘરાકી નીકળવાના આશાવાદે સ્ટોકિસ્ટો તેમજ જ્વેલર્સેની ખરીદીમાં વધારો થશે તેમ બુલિયન એક્સપર્ટ માની રહ્યા છે. મુંબઇ બુલિયન ખાતે સોનું સ્ટાન્ડર્ડ રૂ. ૨૦ ઘટીને ૧૭,૭૪૫ તેમજ શુદ્ધ સોનું રૂ. ૨૫ ઘટીને અગાઉના ૧૭,૮૬૦ની સપાટી સામે રૂ. ૧૭,૮૫૫ થયું હતું. દરમિયાન દિલ્હી સોના ચાંદી બજારમાં ચાંદી હાજરમાં ઝડપી ૧૫૦ તૂટતાં રૂ. ૨૮,૫૫૦ થઇ  અને વિકલી ડિલિવરીમાં રૂ.૧૯૦નો ઘટાડો થતાં રૂ. ૨૮,૨૯૦ બોલાઇ હતી. જ્યારે ચાર દિવસના ઘટાડા બાદ સોનામાં રિકવરીને પગલે રૂ. ૮૫ રૂપિયા વધ્યા હતાં. નવી દિલ્હીમાં સોનાનો રૂ.૧૮,૦૮૫ પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ થયો હતો.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com