નવી દિલ્હી, તા. ૩૦
એસ વાય કુરેશીએ આજે નવા મુખ્ય ચૂંટણી કમિશનરનો હોદ્દો સંભાળી લીધો છે.૧૯૭૧ની બેચના આઈએએસ અધિકારી કુરેશી ભારતાના ૧૭મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. હોદ્દો સંભાળતા કુરેશીએ જણાવ્યું હતું કે ચૂંટણીઓમાં પડકારરૃપ બની ગયેલી આર્િથક શક્તિને નિયંત્રણમાં રાખવાની બાબતને ચૂંટણીપંચ અગ્રતાક્રમ આપશે. તેમણે ઉમેર્યું હતું કે આર્િથક શક્તિના દુરુપયોગને અટકાવવા માટે નિયંત્રણો અને દેખરેખ રાખી શકાય તેવા માર્ગો શોધી કાઢવા ચૂંટણીપંચ દ્વારા ખર્ચ નિરીક્ષકો સાથે એક ચર્ચા-શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ બાબતામાં ચૂંટણીપંચ વિસ્તૃત નિર્દેશો જાહેર કરશે. તેમને અંતિમ સ્વરૃપ આપવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તેને જાહેર કરી દેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. તમેણે આશા વ્યક્ત કરી હતી કે આર્િથક શક્તિના ઉપયોગ પર અંકુશ મેળવવામાં તેમને સફળતા મળશે.