નવી દિલ્હી, તા. ૩૦
ગુજરાતનાં અત્યંત વિવાદાસ્પદ તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીઆઈડીનાં રિપોર્ટમાં ગુજરાતનાં ભૂતપૂર્વ રાજ્ય ગૃહ મંત્રી અમિત શાહનું નામ નહીં હોવાથી આ કેસમાં હવે ગુજરાત સીઆઈડી અને કેન્દ્ર વચ્ચે કાનૂની જંગ છેડાવાની શક્યતા છે. રિપોર્ટમાં અમિત શાહનાં નામનો ઉલ્લેખ નહીં હોવાથી આ કેસમાં તેમને સીઆઈડીએ ક્લિન ચીટ આપી હોવાનું રિપોર્ટ પરથી તારણ કાઢી શકાય.
જો કે આ કેસમાં સીબીઆઈનું વલણ સીઆઈડીનાં રિપોર્ટથી તદ્ન અલગ છે. સીબીઆઈએ પણ સીઆઈડીની જેમ સુપ્રિમમાં આજે તેનો વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો છે. શોહરાબુદીન બનાવટી એન્કાઉન્ટર કેસનાં આ રિપોર્ટમાં સીબીઆઈએ શોહરાબુદીન બનાવટી એન્કાઉન્ટરનાં કેસનાં એકમાત્ર સાક્ષી તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે સુપ્રિમ કોર્ટની મંજૂરી માગી છે. સીબીઆઈનું એવું માનવું છે કે આ બંને કેસમાં ત્રણ રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશનાં ટોચનાં પોલિસ ઓફિસરો અને રાજકારણીઓ સંડોવાયેલાં છે.
સીબીઆઈએ તેનાં સ્ટેટસ રિપોર્ટમાં કેસની તપાસ કરવા માટે સુપ્રિમ કોર્ટ સમક્ષ વધુ ત્રણ મહિનાનો સમય માગ્યો છે. આ કેસની તપાસનો સ્ટેટસ રિપોર્ટ ૩૧ જુલાઈ સુધીમાં રજૂ કરવા માટે સુપ્રિમે સીબીઆઈને આદેશ આપ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ સીબીઆઈએ આ કેસની તલસ્પર્શી તપાસ માટે ગુજરાતનાં ભૂતપૂર્વ રાજ્ય ગૃહ મંત્રી અમિત શાહનાં કસ્ટોડિયલ રિમાન્ડ પણ માગ્યા છે.
તુલસી પ્રજાપતિ કેસમાં ગુજરાતનાં ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટ (સીઆઈડી)ની ચાર્જશીટમાં અમિત શાહની ભૂમિકાનો ઉલ્લેખ નથી. વાસ્તવમાં પ્રજાપતિની હત્યા પણ શોહરાબુદીન કેસ સાથે સંબંધ ધરાવે છે. આંધ્ર પ્રદેશમાંથી શોહરાબુદીન અને તેની પત્ની કૌસર બી નું ગુડરાત પોલિસ દ્વારા અપહરણ કરવાની ઘટનાનો તુલસીરામ પ્રજાપતિ એકમાત્ર સાક્ષી હતો. ૨૬ નવેમ્બર, ૨૦૦૫નાં રોજ ગુજરાતમાં બનાવટી એન્કાઉન્ટર કરીને શોહરાબુદીનની હત્યા કરવામાં આવી હતી અને તે પછી થોડા દિવસમાં તેની પત્ની કૌસર બીની હત્યા ્કરાઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં ડિસેમ્બર, ૨૦૦૬માં પ્રજાપતિની પણ હત્યા કરાઈ હતી. ગીતા જોહરીનાં વડપણ હેઠળની ગુજરાતની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા પણ આ કેસનાં સંદર્ભમાં પૂછપરછ ્કરાઈ હતી.
આ બંને કેસમાં અમિત શાહની શંકાસ્પદ સંડોવણી છતાં સીઆઈડીની ચાર્જશીટમાં અમિત શાહનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સીઆઈડીએ તેની ચાર્જશીટમાં તુલસી એન્કાઉન્ટર કેસમાં રાજકીય એન્ગલનો સંપૂર્ણપણે છેદ ઉડાડીને ત્રણ આઈપીએસ ઓફિસરો અને ચાર અન્ય પોલિસ અધિકારીઓની સંડોવણીનો નિર્દેશ કર્યો છ
સીઆઈડીનાં રિપોર્ટમાં રાજ્યનાં ભૂતપૂર્વ ગૃહ મંત્રી અમિત શાહને ક્લિન ચીટ