અમેરિકામાં જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, બ્રિટનમાં વધી

Jul 30,2010 Home > National >Article
 
Tags:   us uk student study europe comment    e-mail    print    
 
Viewed 2150
Rate 0
Rating
Bookmark The Article
 
 

મુંબઈ, તા.૩૦

દાયકાઓ બાદ યૂરોપે ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીના સ્થળ તરીકે અમેરિકાને પછાડી દીધું છે. આ વર્ષે અમેરિકાની સરખામણીમાં આશરે બે ગણા વિદ્યાર્થીઓએ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે યૂરોપની પસંદગી કરી છે.

વર્ષ ૨૦૧૦માં કોલેજમાં એન્ટ્રી લેવા માટે નવેસરના વિઝા અંગેની આંકડાકીય માહિતીમાં જાણવા મળ્યું છે કે અમેરિકાએ ૩૨,૦૦૦ વિદ્યાર્થી વિઝા જારી કર્યા હતા. જે બ્રિટન દ્વારા જારી કરવામાં આવેલા ૫૭,૫૦૦ વિઝાની સરખામણીમાં બમણાંથી સહેજ ઓછું છે. આવી જ રીતે વર્ષ ૨૦૦૯માં નવા વિદ્યાર્થીઓને જારી કરવામાં આવેલાં વિઝાની સંખ્યા અમેરિકા અને બ્રિટન માટે ક્રમશઃ ૩૪૦૦૦ અને ૨૭૦૦૦ની આસપાસ રહી હતી. જોકે હાલમાં પણ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે. જોકે કુલ ભારતીય વિદ્યાર્થીઓની દૃષ્ટિએ અમેરિકા હજુ પણ આગળ છે. ત્યાંના કેમ્પસોમાં હાલમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

શિક્ષણ સાથે સંકળાયેલા કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વંશીય હુમલા થયા બાદ ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઓસ્ટ્રેલિયા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ મોટા ભાગે હવે અમેરિકા કરતા બ્રિટન જવાનું પસંદ કરી રહ્યા છે.

નવા વિદ્યાર્થીઓ અમેરિકામાં જતા નથી તે માટેનું એક કારણ ત્યાં શિક્ષણનો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ વધુ છે જ્યારે અમેરિકાની બહાર કોર્સ પણ ટૂંકા છે. ૧૦ વર્ષ અગાઉ સ્થિતિ એવી હતી કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મોટા ભાગે અમેરિકા અથવા તો બ્રિટન જતા હતા. ઓસ્ટ્રેલિયાની નોંધ લેવાતી ન હતી. પરંતુ હવે ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલા બાદ અસુરક્ષિત બન્યું છે.

 પોતાના અહેવાલમાં ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના ડિરેક્ટર (રિસર્ચ એન્ડ એવેલ્યુશન) રાજીકા ભંડારીએ કહ્યું છે કે વર્ષ ૨૦૦૯-૧૦ના શૈક્ષણિક વર્ષ માટે અમેરિકન સંસ્થાઓમાં ભારતીયોની એન્ટ્રી ઘટી છે. એક અમેરિકન સંસ્થા કાઉન્સિલ ઓફ ગ્રેજ્યુએટ સ્કૂલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે ભારતીય ગ્રેજ્યુએટોમાં કુલ એનરોલમેન્ટમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે વર્ષ ૨૦૦૯-૧૦ના શૈક્ષણિક વર્ષ માટે નવા પ્રવેશ લેનાર ભારતીયોમાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

  • ઓસ્ટ્રેલિયા પણ ઓછી પસંદગીનું સ્થળ બન્યું
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com