આવકવેરો ભરવામાં હીરાવેપારીઓએ ફિલ્મ સ્ટાર્સને પાછળ પાડી દીધા

Jul 30,2010 Home > National >Article
 
Tags:   income tax comment    e-mail    print    
 
Viewed 591
Rate 0
Rating
Bookmark The Article
 
 

પ્રતિનિધિ, મુંબઇ. તાઃ૩૦

આકવેરા વિભાગે નોન કોર્પોરેટ કરદાતાઓની તૈયાર કરેલી યાદી મુજબ હીરાવેપારીઓએ આવકવેરો ભરવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના સુપરસ્ટાર્સને પાછળ પાડી દીધા છે. આવકવેરા વિભાગે તૈયાર કરેલી નોન કોર્પોરેટ કરદાતાઓની યાદીમાં ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ, બ્રોકર્સ અને હીરાવેપારીઓના નામનો સમાવેશ થયો છે. હીરાવેપારીઓએ ભરેલા આવકવેરાને જોતાં એટલું સ્પષ્ટ થયું છે કે, હીરાબજારની આર્િથક સદ્ધરતામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે. ગયા વર્ષે હીરાબજારની હાલત એટલી કફોડી હતી કે લાચાર બની ગયેલા રત્નકલાકારો આપઘાત કરી લેતા હતા. રત્નકલાકારોની આપઘાતની ઘટનાઓને કારણે ડાયમંડ નગરી સુરતમાં રાજકીય અને સામાજિક ધ્રુજારી વ્યાપી ગઇ હતી.

આવક વેરા વિભાગે ૨૦૦૯-૧૦ના નોન કોર્પોરેટ કરદાતાઓની તૈયાર કરેલી યાદીની વિગત મુજબ માસ્ટર બ્લાસ્ટર ક્રિક્રેટર સચિન તેંડુલકરે ગયા વર્ષ કરતા ૨૧ ટકા વધુ ૬.૮ કરોડ ટેક્સ ચૂકવ્યો છે. જોકે બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોએ આ વર્ષે ટેક્સ ચુકવણીમાં કંજૂસી દાખવી હોવાનું નોંધાયું છે. અક્ષયકુમારે ગયા વર્ષની સરખામણીમાં ૪૧ ટકા ઓછો ૧૮ કરોડ રૃપિયા ટેક્સ ચૂકવ્યો છે. તો શાહરુખ ખાને ૯.૫ કરોડ ટેક્સ ચૂકવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં સિત્તર ટકા ઓછો છે. હૃતિક રોશને ગયા વર્ષની સરખામણીમાં પચાસ ટકા ઓછો ૬.૫ કરોડ ટેક્સ ચૂકવ્યો છે અને સલમાન ખાને ગયા વર્ષની સરખામણીમાં ૬૧ ટકા એટલે કે ૫.૫ કરોડ રૃપિયા ટેક્સ ચૂકવ્યો હોવાનું આઇટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

ફિલ્મ સ્ટાર્સની સરખામણીમાં ટેક્સ ચુકવવામાં મુંબઇના હીરાવેપારીઓ આ વર્ષે ઘણા આગળ નીકળી ગયા છે. હીરાવેપારી દિલીપકુમાર લેખીએ ગયા વર્ષની સરખામણીમાં ૧૪૭ ટકા, મિશિન્દા ડાયમંડ કંપનીએ ૯૬ ટકા, દિપક એન્ડ કંપનીએ ૧૩૭ ટકા, શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટે ૩૦૭ ટકા અને અંકિત જેમ્સે ગયા વર્ષની સરખામણીમાં ૧૩૫ ટકા વધુ ટેક્સ ચૂકવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com