અશ્લીલ સંદેશા મોકલવા બદલ એમએનએસ નેતા ઝડપાયો

Jul 30,2010 Home > National >Article
 
Tags:   msn sms comment    e-mail    print    
 
Viewed 413
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

મુંબઇ, તા.૩૦

મુંબઈના વાડાના કુડુસ ગામમાં પોલીસે મોબાઈલની દુકાન ચલાવનાર એમએનએસના નેતા રૃક્શાદ શેખની ધરપકડ કરી છે. મહિલાઓના મોબાઈલ ફોન ઉપર અશ્લીલ સંદેશાઓ મોકલવાના મામલામાં તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ કહ્યું છે કે રૃક્શાદ નામના શખસ પાસે લોકો મોબાઈલ સીમકાર્ડ રિચાર્જ કરાવવા માટે આવે છે. જેથી તેની પાસે તમામના નંબર આવી જાય છે. આમાંથી મહિલાઓના નંબર અલગ રીતે લઈ લીધા બાદ તે અશ્લીલ એસએમએસ સંદેશાઓ મોકલી રહ્યો હતો. પોલીસે ચોક્કસ બાતમી બાદ આ શખસને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

  • મોબાઈલ શોપ ચલાવનાર શખસ માત્ર મહિલાઓને અશ્લીલ એસએમએસ મોકલતો હતો

અશ્લીલ એસએમએસ આવ્યા બાદ મહિલાએ પોતાના પતિને આ અંગેની જાણ કરી હતી ત્યાર બાદ બંનેએ વાડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ દાખલ કરી હતી. પતિ-પત્નીની સાથે ગામની ભાજપ મહિલા સંગઠનની મહિલાઓ પણ હતી. આ સંગઠનની એક મહિલા શુભાંગી ઉતેકરે કહ્યું હતું કે રૃક્શાદ શેખ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો સભ્ય છે. જેથી પોલીસ શરૃઆતમાં તેની સામે ફરિયાદ દાખલ કરવા માટે પણ તૈયાર ન હતી પરંતુ લોકોના દબાણ અને નારાજગીને ધ્યાનમાં લઈને આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને રૃક્શાદની ધરપકડ કરાઈ હતી. નારાજ લોકોએ એમએનએસ ઓફિસની નજીક તોડફોડ પણ કરી હતી.

અશ્લીલ મેસેજ મોકલવાના મામલામાં એમએનએસ નેતાની ધરપકડ કરાયા બાદ મુંબઈના પ્રાદેશિક પક્ષના કાર્યકરોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com