મુંબઇમાં ફરીવાર ગેંગવોર ભડકી ઊઠે તેવી સંભાવના

Jul 30,2010 Home > National >Article
 
Tags:   mumbai gangwar comment    e-mail    print    
 
Viewed 1338
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

મુંબઇ, તા.૩૦

મુંબઇમાં ફરી એક વાર મોટા પાયે ગેંગવોર ભડકી ઊઠે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કરાચી સ્થિત ડોન છોટા શકીલે તેના નજીકના હરીફ અને છોટા રાજનના નજીકના સાગરીત વિક્કી મલહોત્રાને શોધી કાઢવા અને તેના શાર્પ શૂટરોને સૂચના આપી દીધી છે. વિક્કી મલહોત્રાને મોતને ઘાટ ઉતારી દેવા સૂચના અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરના ઈન્ટેલિજન્સ અહેવાલમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. આ માહિતી આવ્યા બાદ મુંબઈ શહેરમાં ગેંગવોર ભડકી ઊઠવાની શક્યતા પ્રબળ બનતા પોલીસને સાવધાન રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

મુંબઈ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાંચ અને એટીએસને આ માહિતી પહોંચાડી દેવામાં આવી છે. વર્ષ ૨૦૦૫માં નવી દિલ્હીમાં પંચશીલ નજીક ઝડપાઈ ગયેલા મલહોત્રાને ત્યાર બાદ મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈમાં તે જામીન ઉપર છુટી ગયા બાદ દેખાયો નથી.

  • છોટા શકીલે છોટા રાજનના સાગરીત વિક્કી મલહોત્રાને પતાવવા માટે સૂચના આપ્યાના હેવાલ

    બુધવારે કેસની સુનાવણી દરમિયાન પણ તે ઉપસ્થિત થયો ન હતો જેથી એક બાજુ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બીજી બાજુ શકીલે પણ પોતાના શાર્પશૂટરોને તેની શોધખોળ માટે જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે. છોટા શકીલ બે ગેંગસ્ટરોને મારી નાંખવાની યોજના ધરાવે છે. જેમાં રવિ પૂજારી અને મલહોત્રા મુખ્ય છે. શકીલ પોતે ટાર્ગેટની લાંબી યાદી ધરાવે છે.

    ઈન્ડોનેશિયા અથવા ઓસ્ટ્રેલિયામાં પણ તેની હિટ લિસ્ટમાં કેટલાક લોકો રહેલા છે. ગયા શનિવારે દાઉદ ગેંગના સભ્ય મુસ્તફા ડોસાએ આર્થર રોડ જેલમાં ગેંગસ્ટર અબુ સાલેમ ઉપર હુમલો કરી દીધો છે. તેને મારી નાંખવાના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. ભારત-નેપાળી ટોળકીએ અગાઉ શાહિદ આઝમીને મારી નાંખવાની જવાબદારી લીધી હતી. એક બાજુ રવિ પુજારી પશ્ચિમ મુંબઈમાં તેનો સકંજો મજબૂત કરવાના પ્રયાસમાં છે.

    અંડરવર્લ્ડમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગયા મહિને એવા અહેવાલ આવ્યા હતા કે છોટા રાજન ગેંગના સભ્યો દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસ્કરને મારી નાંખવાની યોજના બનાવી ચૂક્યા છે. જો કે કાવતરાખોરો આ હુમલાને અંજામ આપી શક્યા ન હતા. રવિ પૂજારી મુંબઈ શહેરમાં હોટલ માલિકો અને બિઝનેસમેનને ધમકી આપીને નાણાં ઉઘરાવી રહ્યો છે. તેનો આતંક પશ્ચિમી મુંબઈમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

    શકીલ ગેંગની ટોળકીનો શિકાર થઈ ચૂકેલા લોકો પાસેથી પણ તે નાણાં ઉઘરાવી રહ્યો છે. જેથી ડોન છોટા શકીલ કરાચીમાં હચમચી ઊઠયો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂજારીને મોતને ઘાટ ઉતારવા શાર્પશૂટરોને સૂચના અપાઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે શકીલ ગેંગે પણ મુંબઈના રિયલ એસ્ટેટ બિઝનેસમાં તેના નેટવર્કને ફેલાવ્યો છે. ડેવલોપર્સ સાથે સાંઠગાંઠ વધારી દીધી છે. મુંબઈમાં ફરીવાર ગેંગવોરની શક્યતાને ધ્યાનમાં લઈને પોલીસે સાવચેતીના તમામ પગલાં લીધાં છે.

  •  તમામ પોલીસ સ્ટેશનોમાં એલર્ટ
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com