વલસાડ પાલિકામાં ભાજપ બળવાખોરોને ફટકો

Jul 31,2010 Home > Surat > Valsad-Navsari-Ahwa >Article
 
comment    e-mail    print    
 
Viewed 141
Rate 0
Rating
Bookmark The Article
 
 

વલસાડ, તા. ૩૦

વલસાડ નગરપાલિકાની બહુચર્ચિત કારોબારી સમિતિને મુદ્દે ઊભા થયેલા વિવાદમાં જિલ્લા કલેકટરના માત્ર છ લાઇનના હુકમે ભાજપના બળવાખોરોની હવા કાઢી નાંખી છે. ગત તા. ૨૩-૬ અને તા. ૧૯-૭ના રોજ મળેલી સામાન્ય સભાની કાર્યવાહીને બહાલ રાખતા કલેકટરના હુકમનું પાલિકાની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખે વાચન કર્યા બાદ ગત સભાની કાર્યનોંધને બહુમતીથી મંજૂર કરવાની સાથે જ બાગી જૂથના ગણ્યા ગાંઠયા હાજર સભ્યો સભામાંથી વોકઆઉટ કરી ગયાં હતાં.       આજની સભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના ગિરીશ દેસાઇએ છેલ્લા અઢી વર્ષમાં વિકાસના કામો થતા નથી તેથી પાલિકાને સુપરસીડ કરવાની માગણી કરતાં વિરોધ પક્ષ બે ભાગમાં વહેંચાઇ ગયેલો નજરે પડતો હતો. જો કે, સમિતિ રચવામાં ભાજપને સાથ આપનાર વિરોધ પક્ષના સભ્યોએ પાલિકાનો ર્વાિષક હિસાબ મંજૂર કરવાના કામમાં તેમનો વિરોધ નોંધાવી આશ્ચર્ય સર્જ્યું હતું.

વલસાડ નગરપાલિકાની આજની સભામાં પાલિકા પ્રમુખે કલેકટરના ગત તા. ૨૩-૬ અને ૧૯-૭ ની સભાને બહાલ રાખતા હુકમનું વાચન કરી, ગત સભાની મિનિટ્સને મંજૂર કરવાનું કામ હાથ પર લેતાં, બાગી જૂથના જગદીશ રાણા, રમેશ ડેની અને સોનલબેન પટેલે મિનિટસ મંજૂર કરવા સામે તેમનો વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં સભામાંથી વોકઆઉટ કરી ગયાં હતાં. જો કે, કલેકટરના હુકમની ગત રાત્રે જ જાણ થઇ જતાં બાગી જૂથના બહુધા સભ્યો આજની સભામાં ગેરહાજર રહ્યાં હતાં. પાલિકાનો તા. ૧-૪-૦૯ થી ૩૧-૩-૧૦ સુધીનો બાર માસિક હિસાબ મંજૂર કરવાના કામમાં વિરોધ પક્ષના રાજુ દેસાઇ, ઇફ્તીખાર મનીયાર, ગિરીશ દેસાઇ અને ઝાકીર પઠાણે, દરેક ખર્ચ અંદાજિત કરતાં એક્સેસમાં જતો હોઇ અને તેમાં અનેક વિસંગતતા હોઇ તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

શહેરના સ્ટેડિયમ રોડ ઉપર જનક સ્વીટ માર્ટ સામે પ્રખ્યાત ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણજી વર્માનું સ્મારક મૂકવા સામે વિરોધ પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવી, નવી જગ્યા પસંદ કરવાની માગણી કરતાં, એ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું અને નવી જગ્યા પસંદ કરવા માટે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના ગિરીશ દેસાઇ તથા ચીફ ઓફિસરની બનેલી એક સમિતિ બનાવવામાં આવી હતી. પાલિકાની છેલ્લી ચાર સભાઓમાં સતત ગેરહાજર રહેનાર એન્જિનિયર પ્રવીણ ઠાકોર તથા છેલ્લી બે સભાથી ગેરહાજર રહેનાર બાંધકામ એન્જિનિયર હિતેષ પટેલને નોટિસ આપવા માટે અપક્ષ સભ્ય રાજુભાઇ મરચાએ આજની સભામાં પ્રમુખને રજૂઆત કરી હતી. જ્યારે અન્ય અપક્ષ સભ્ય ઇફ્તીખાર મનીયારે નગરમાં બંધાતા એપાર્ટમેન્ટોમાં નકશામાં બતાવેલી પાર્કિંગની જગ્યામાં પણ બાંધકામ કરી દેવાતું હોવા છતાં તેમને કમ્પ્લિશન સર્ટિફિકેટ કેવી રીતે આપી દેવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આજની સભામાં વિરોધ પક્ષ બે ભાગમાં વહેંચાઇ ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. એક તરફ રાજુ દેસાઇ (વકીલ) ભાજપની ખુલ્લેઆમ તરફેણ કરતાં નજરે પડતાં હતાં તો બીજી તરફ કોંગ્રેસના ગિરીશ દેસાઇએ ભાજપ પર નિશાન સાધી, છેલ્લા અઢી વર્ષમાં વિકાસના કામો થતા ન હોઇ પાલિકાને સુપરસીડ કરી દેવી જોઇએ તેવી માગણી ઉચ્ચારતા આશ્ચર્ય ફેલાયું હતું. સભાને અંતે શાસક ભાજપે કલેકટરના હુકમને ફટાકડાં ફોડી વધાવ્યો હતો.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com