સોનું રૃ.૭૫ વધી રૃ.૧૮,૧૨૫ના સ્તરે, ચાંદી સ્થિર

Jul 30,2010 Home > Business > Business News >Article
 
Tags:   gold silver comment    e-mail    print    
 
Viewed 381
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

અમદાવાદ, તા.૩૦

વૈશ્વિક મજબૂત સંકેતો અને સ્ટોકિસ્ટોની લેવાલીના પગલે વૈશ્વિક બુલિયન માર્કેટમાં બંને કિમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. ન્યુયોર્ક ખાતે કોમેક્સમાં નાયમેક્સ ઓગસ્ટ વાયદામાં સોનું ૮ ડોલર વધીને ૧૧૬૮.૪૦ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તેમજ સપ્ટેમ્બર વાયદામાં ચાંદી ૧૮ સેન્ટ વધીને ૧૭.૬૨ અમેરિકન ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. દરમિયાનમાં ભારતીય બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીમાં બે તરફી વલણ રહ્યું હતું.

 સ્થાનિકમાં ગ્રાહકોની માગ ખૂલતા અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો અને ચાંદી સ્થિર રહી હતી. ૧૦ ગ્રામ સોનામાં રૃ.૭૫નો સુધારો નોંધાતા સ્ટાન્ડર્ડ સોનું (૯૯.૯) રૃ.૧૮,૧૨૫ અને શુદ્ધ સોનું (૯૯.૫) રૃ.૧૮,૦૦૦ના મથાળે બંધ રહ્યું હતું. દિવસ દરમિયાનની વધઘટ બાદ ચાંદીમાં પાછલા બંધ ભાવે સ્થિર રહેતાં એક કિલો ચાંદીનો ભાવ રૃ.૨૮,૫૦૦ થયો હતો. અમદાવાદ નવા દાગીનાનો ભાવ રૃ.૧૭,૪૦૦ અને હોલમાર્ક દાગીનાનો ભાવ રૃ.૧૭,૭૬૦ થયો હતો.

દરમિયનામાં મુંબઈ સોના-ચાંદી બજારમાં બે તરફી વલણ રહ્યું હતું. મુંબઈ ચાંદી હાજર રૃ.૧૫ ઘટીને રૃ.૨૮,૮૨૫ થઈ હતી. સોનામાં રૃ.૨૫નો સામાન્ય વધારો થતાં સ્ટાન્ડર્ડ સોનું રૃ.૧૭,૭૭૦ અને શુદ્ધ સોનું રૃ.૧૭,૮૬૦ થયું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનામાં રૃ.૩૫ ઘટતાં શુદ્ધ સોનું રૃ.૧૮,૦૫૦ અને સ્ટાન્ડર્ડ સોનું રૃ.૧૭,૯૫૦ ની સપાટીએ રહ્યું હતું. ચાંદી રૃ.૧૦૦ ઘટીને ૨૮,૪૫૦ થઈ હતી. ચાંદીના સિક્કામાં રૃ.૧૦૦નો સુધારો નોંધાતા ૧૦૦ નંગ સિક્કાનો ભાવ રૃ.૩૪,૧૦૦ થયો હતો.

દરમિયાનમાં ફોરેક્સ માર્કેટમાં રૃપિયાનો બે તરફી દેખાવ રહ્યો હતો. ડોલર સામે રૃ.૧૩ પૈસા સુધરતાં ડોલર ૪૬.૪૧ થયો હતો. રૃપિયો યુરો સામે ૪ પૈસા અને ર્સ્ટિંલગ પાઉન્ડ સામે ૩૪ પૈસા મજબૂત થતાં યુરો ૬૦.૪૪ અને ર્સ્ટિંલગ પાઉન્ડ ૭૨.૩૬ થયો હતો. જોકે યેન સામે રૃપિયો ૧૧ પૈસા નરમ પડતાં યેન ૫૩.૬૬ થયો હતો.

  • ડોલર સામે રૃ.૧૩ પૈસા સુધરતાં ૪૬.૪૧ થયો
  • વૈશ્વિક સોનું ૮ ડોલર વધીને પ્રતિ ઔંસ ૧૧૬૮.૪૦  ડોલર થયું
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com