કોર્ટમાં જ પત્નીના વકીલ પર હુમલો કરીને પતિએ દસ્તાવેજો ફાડી નાંખ્યા

Jul 31,2010 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 585
Rate 0
Rating
Bookmark The Article
 
 

વડોદરા,તા. ૩૦

ઘરેલુ હિંસાને લગતા કેસની મુદતે હાજરી આપવા કોર્ટમાં આવેલા પતિએ કોર્ટ બિલ્િંડગમાં જ પત્નીના વકીલ પર હુમલો કરીને કેસના મહત્વના દસ્તાવેજો ફાડી નાખ્યા હતા. આ બનાવના પગલે ઉશ્કેરાયેલા કેટલાક વકીલોેએ પતિને માર માર્યો હોવાની ઘટના રાવપુરા પોલીસ મથકે અરજીના સ્વરુપમાં નોંધાઈ છે.

ન્યાયાલયમાં પ્રેકટિસ કરતા એડવોકેટ મહંમદ હનિફ મહંમદ હુસેન શેખ (રહે, અકોટા પોલીસ લાઈન પાસે, સુબેદાર કંપાઉન્ડ)એ સામેવાળા જયેશ મનસુખભાઈ મકવાણા (રહે, ડભોઈ રોડ, જયનારાયણ નગર) વિરુદ્ધમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યંુ હતંુ કે તેમના અસીલે જયેશ મકવાણા વિરુદ્ધમાં કોર્ટમાં કેસ કર્યો હતો.

જેની આજે તારીખ હતી. જેમાં આજે તમે કોર્ટમાં આ દસ્તાવેજો કેમ રજુ કર્યા તેમ જણાવીને જયેશે મારી ટાઈ ખેંચીને માર માર્યો હતો તેમજ કેસને લગતા મહત્વના દસ્તાવેજો ફાડી નાખ્યા હતા.

જયારે જયેશ મકવાણાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં કેટલાક વકીલોએ માર માર્યાની ફરિયાદ આપી હતી. રાવપુરા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com