IOC આસોજ ર્ટિમનલમાં ટેન્કરમાં આગથી દોડધામ : એક દાઝ્યો

Jul 31,2010 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 177
Rate 0
Rating
Bookmark The Article
 
 

વડોદરા,તા.૩૦

શહેર નજીક વડોદરા- સાવલી રોડ પર આવેલા આઇઓસીના બ્લેક ઓઇલ ર્ટિમનલ ખાતે આજે બપોરે ડીઝલ લઇને જતી ટેન્કરની ટેન્ક લિક થતાં એકાએક આગ લાગતાં ભારે દોડધામ ર્ટિમનલ પર મચી જવા પામી હતી.ગણતરીની મિનિટોમાં આ  આગ પર કાબૂ મેળવવામાં આવતા ર્ટિમનલને આગથી બચાવી લેવાયું હતું.

આ બનાવની મળતી માહિતી મુજબ આજે બપોરે ૩-૦૫ કલાકે આસોજ ર્ટિમનલ ખાતે ડીઝલ ટેન્કમાં ટયુબમાંથી ડીઝલ લિકેજ થતાં જેવી ટેન્કર ચાલુ કરવામાં આવી કે થયેલા સ્પાર્કથી એકાએક આગ લાગી હતી.

બપોરે એકાએક ટેન્કરમાં ડીઝલ લીક થતાં આગ :  મોકડ્રિલ

 ઓઇલની ટેન્કરો ધરવતા વિસ્તારમાં ડીઝલ ટેન્કરની આગે એકાએક વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં ર્ટિમનલ પર ડીઝલ ભરાવવા માટે આવી ટેન્કરોના ડ્રાઇવર અને ક્લીનરોએ ટેન્કર છોડીને જતા રહ્યા હતા.બીજી તરફ ડીઝલ ટેન્કરની આગ વિશાળ ર્ટિમનલને લપેટામાં લે તે પહેલાં જ  ફાયર સેફટી વિભાગ દ્વારા  ફોમનો મારો ચલાવાયો હતો  આ બનાવમાં એક ક્લીનર દાઝી જતાં ઇજા પામ્યો હતો.ફાયર બ્રિગેડે ૧૫ મિનિટમાં જ આ આગને બુઝાવી દેતાં અધિકારીઓને હાશકારો થયો હતો.

આ દ્રશ્ય આજે ઓન સાઇટ ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રિલના ભાગ રૃપે  ભજવાયું હતું.જયપુરમાં આઇઓસીની વિશાળ ટેન્ક ધરાવતા સંકુલમાં ગત વર્ષે લાગેલી આગના પગલે આઇઓસીના તમામ ઇન્સ્ટોલેશન ખાતે નિયમિત રીતે ડ્રિલ યોજવાનું શરૃ કરાયું છે.

 આઇઓસીના ર્ટિમનલના ડે.મેનેજર એ.વી.કુલકર્ણીએ જણાવ્યું હતું કે,’આ મોકડ્રિલ હતી અને ભવિષ્યમાં આગ જેવી દુર્ઘટના વખતે કેવી સજ્જતા છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ બનાવમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી તેમ દર્શાવાયું  હતંું પણ સમયસર એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com